ટ્રેન્ડી છે ટ્યૂનિક

Saturday 06th February 2021 11:15 EST
 
 

પ્રસંગ હોય કે તહેવાર કે પછી કોલેજ કે ઓફિસ જવાનું હોય હવે માર્કેટમાં એ પ્રકારના ટ્યૂનિક – ટોપ મળે છે કે તે ક્યાંય પણ પહેરી શકાય. પ્રસંગે અને તહેવારે મહિલાઓને રિચ લૂક આપે તેવા વિવિધ સ્ટાઈલના ટ્યૂનિક આજકાલ ખરીદી શકાય છે. કેટલાક ફેશન એક્સપર્ટ કહે છે કે, ગ્લોબલ લેવલ પર છેલ્લાં થોડા સમયમાં ફેશનમાં પુષ્કળ પરિવર્તનો આવ્યાં છે. અત્યારે લોકો ટ્રેડશિનલ ગારમેન્ટમાં વેસ્ટર્ન ટચ આપે છે. ખાસ કરીને તો ફ્યુઝનનો ટ્રેન્ડ ખૂબ જ વધારે ચાલે છે એના ફળસ્વરૂપે જ ટ્યૂનિકની માર્કેટમાં બોલબાલા છે.
સામાન્ય રીતે કોઈ પણ પ્રસંગે મહિલાઓ અનારકલી ડ્રેસ અથવા તો હેવિ કુર્તી સાથે પાયજામા, પેન્ટ્સ કે ટાઈટ્સ પહેરવાનું પસંદ કરે છે. લગ્ન પ્રસંગમાં ટ્રેડશિનલ પરિધાન જ મહિલાઓ વધુ પસંદ કરે છે. ટ્રેડશિનલ ગારમેન્ટમાં પણ સાડી, ચોલી, ઘરારા, સરારા કે આજે પણ મહિલાઓની પહેલી પસંદ છે. પાર્ટી કે રૂટિન વેરમાં જીન્સ-ટોપ, ઇવનિંગ ગાઉન વગેરે જેવા વેસ્ટર્ન ગારમેન્ટ પહેરવાનો ટ્રેન્ડ છે. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે. ફેશન એક્સપર્ટ્સ કહે છે કે, ફેશન ટ્રેન્ડમાં ઘણા સારા બદલાવ આવતા રહે છે. અત્યારે મિક્સ ફેશન ટ્રેન્ડ ચાલે છે. પ્રસંગ અનુરૂપ વેસ્ટર્ન, ઇન્ડો-વેસ્ટર્ન અને ટ્રેડશિનલ ગારમેન્ટ મહિલાઓ પહેરે છે. જોકે ફેશન વર્લ્ડમાં દરેક પ્રસંગે પહેરી શકાય તેવા ટોપની ખાસ ડિમાન્ડ રહે છે. આ માટે જ એવા ટ્યૂનિક તૈયાર કરાઈ રહ્યાં છે કે તે કોઈ પણ પ્રસંગે પહેરી શકાય.
દરેક વ્યક્તિ ડિઝાઈનર ગારમેન્ટ પહેરવા લાગી છે. જેમ-જેમ લોકો ફેશન કોન્સિયસ થતા ગયા તેમ-તેમ ડિઝાઈનર ગારમેન્ટની ડિમાન્ડ પણ વધતી ગઇ. આજે સાડી કે પંજાબી ડ્રેસ કરતાં યુવતીઓ દરેક પ્રસંગે ટોપ, ટ્યુનિક, શોર્ટ કૂર્તી પહેરવાની પસંદ કરે છે. છેલ્લાં કેટલાક સમયથી મિક્સ ફેશન ટ્રેન્ડના કારણે ટ્યૂનિકની વિવિધ ડિઝાઈનને ઘણું એક્સપોઝર મળ્યું છે. ફેશન એક્સપર્ટ્સ કહે છે કે, આજકાલ યુવતીઓ અને મહિલાઓ એવા ટ્યૂનિક પસંદ કરે છે કે તેની સાથે પ્રસંગ પ્રમાણે બોટમ વેર પસંદ કરો તો તે ટ્યૂનિક વેસ્ટર્ન, ઈન્ડો વેસ્ટર્ન અને ક્યારેક ટ્રેડિશનલ લૂક આપે. ટ્યૂનિકની પસંદગી વખતે યુવતીઓ અને મહિલાઓ પોતાના ફિગર પ્રમાણે ટ્યૂનિક પસંદ કરી શકે છે.
• કોલેજ જતી યુવતીઓ જ્યોર્જેટ, ખાદી, કોટન, સિલ્ક મટીરિયલના હળવી એમ્બ્રોયડરી કે માત્ર નેક પર વર્કના ટ્યૂનિક સ્કર્ટ, પ્લાઝો, પેન્ટ, જીન્સ, કેપરી, લેગિંસ સાથે પહેરી શકે છે.
• ઓફિસે જતી મહિલાઓ પેન્ટ, પાયજામા, ચૂડીદાર, પલાઝો સાથે કોટન, સિલ્ક કે જ્યોર્જેટ મટીરિયલના વિવિધ ટ્યૂનિક પહેરી શકે છે. • ખાદી સિલ્ક, બ્રાસો, બ્રોકેડ, પેપર સિલ્ક પર હેવિ વર્ક ધરાવતાં ટ્યૂનિકનો ઉપયોગ યુવતીઓ અને મહિલાઓ ચોલી તરીકે કરી શકે છે. ઘરારા, સરારા, ચણિયાચોળીમાં ટ્યૂનિક ટોપ બ્લાઉઝની જગ્યાએ પહેરીને અનોખું લૂક મેળવી શકાય છે. • બાંધણી, લહેરિયા, અવરગંજા, પૈઠ્ઠણી, બનારસી, પટોડા, કલકત્તી જેવા હેવિ મટીરિયલના ટ્યૂનિક મહિલાઓમાં ખૂબ જ પ્રિય છે. • ગામઠી વર્ક, ગોટા વર્ક, જરદોશી સહિતના વિવિધ હેવિ વર્ક ધરાવતાં ટ્યૂનિક લગ્ન પ્રસંગે પણ પહેરીને યુનિક લૂક મેળવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter