ઠંડીની મોસમમાં પ્રસંગે ગરમ કપડાં પહેર્યાં વગર પણ રહો ‘હોટ’

Tuesday 15th January 2019 01:38 EST
 
 

ઠંડી મહિલાઓ માટે ચિંતાનો સમય પણ ખરો. સજીધજીને લગ્નમાં જવાનો એક બાજુ ઉત્સાહ, ઉમંગ તો બીજી બાજુ ઠંડી સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ પ્રશ્ન. તમારા સાડી અને લહેંગા જેવાં મોંગા આઉટફિટ્સ પર સ્વેટર કે જેકેટ પણ ગમે નહીં. ઠંડી લહેરોમાં તમે વુલન ક્લોથ્સ ન રાખીને માંદા પડવા પણ ન જ ઇચ્છો તો પછી શું કરવું શું? અહીં આપેલી કેટલીક સાદી ટિપ્સ અજમાવી જુઓ. તમે આકર્ષક અને ખૂબસૂરત તો લાગશો જ સાથે તમારે ઠંડીમાં ઠૂઠવાવું પણ પડશે નહીં. સાડી સદાબહાર પોશાક છે. કોઈ પણ મોસમમાં પહેરી શકાય છે. ઠંડીમાં તમે સાડી યોગ્ય વિન્ટર ક્લોથ્સ સાથે પહેરશો તો ચોક્કસ જ ખૂબસૂરત દેખાશો.

વેસ્ટર્ન વેર

જો તમે વેસ્ટર્ન વેર પહેરતાં હો તો તમે અને ચોક્સ જ ક્યુટ જેકેટ સાથે ટીમઅપ કરી શકો. એ તમને ગરમાટો આપશે. પગને હૂંફાળા રાખવા લિંગ્સ્ પહેરો. તમારા આઉટફિટ સાથે મેચ થતાં લેધર ટ્રેન્ચ કોટ અથવા તો પ્રિન્ટેડ જેકેટ પણ તમને સ્ટાઇલિશ દર્શાવશે. તમે તમારા આઉટફિટ સાથે હેવિ ખાદી સ્ટોલ પણ નાંખી શકો છો

સિક્રેટ વેપન્સ

તમે સાડીની નીચે થર્મલ કે ગરમ લેગિંસ પણ પહેરી શકો. જો તમે લહેંગા પહેરતા હો તો એની નીચે થર્મલ કેમિસોલ પણ પહેરી શકાય. તમે તમારા આઉટફિટને સરસ શાલ અને સ્ટોલ સાથે મેચ કરી લગ્નમાં સ્ટાઈલિશ લાગી શકો.

ફૂટવેર

ફૂટવેરની વાત કરીએ તો ઠંડીમાં લગ્ન ઓપન શૂઝ પહેરવા ન જોઈએ. જો તમે મોજાં પહેરતાં હો તો એ શૂઝમાંથી બહાર દેખાય નહીં એનું ખાસ ધ્યાન રાખો કારણ કે એ ખરાબ લાગે છે. ઇન્ડિયન વેર સાથે પંપ્સ સારા લાગશે. પગને હૂંફાળું રાખવા શૂઝ સાથે એન્કલ લેન્થ મોજાં પહેરો.

ફેબ્રિક

શિયાળાની મોસસમાં વેલવેટ ખાસ પહેરી શકો. લગ્નમાં રોયલ લુક સાથે હૂંફાળા રહેવા માટે વેલ્વેટને ખાસ પસંદ કરવામાં આવે છે. તમે વેલ્વેટ લહેંગા સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો ખાદી હેવિ સિલ્ક મટીરિયલ સાથે વેલ્વેટ દુપટ્ટો શાલની જેમ રાખી શકો.

લેયર

લેયરિંગ કરવાનો અર્થ એ નથી કે તમે સ્કાર્ફ જે જેકેટ લઈ પહેરી લો. બધાં લેયર્સ તમારા ડ્રેસને કોમ્પલિમેન્ટ કરવા જોઈએ. ટ્રેડિશનલ વેર સાથે એ જ કાપડની કોટી પહેરી શકાય. તમે લહેંગા કે અનારકલી બધાંની સાથે ટ્રેડિશનલ કોટી કે જેકેટ પહેરી શકો. સાડી સાથે પશમિનો શાલ પણ રાખી શકાય. આઉટફિટ માટે ફેબ્રિક પસંદ કરતી વખતે કોટનને બદલે સિલ્ક કે વેલ્વેટ પર પસંદગી ઉતારી શકાય. 

• ટ્રેન્ડી દેખાવા માટે તમે સાડી ઉપર બ્લાઉઝ અને એની ઉપર કોટી પહેરી શકો. હમણાં આ ટ્રેન્ડ પણ છે. બ્લાઉઝને બદલે કમર સુધીનું સાડીના મટીરિયલનું જેકેટ કે ટ્રેન્ચ પસંદ કરો. વેલ્વેટ અથવા સિલ્કની કોટી પણ કરાવી શકાય અને જેકેટ પણ. નહેરુ જેકેટ તમને યુનિક અને ક્લાસી લુક આપશે. જો તમે બનારસી, કલકત્તી, કાંજીવરમ, બાંધણી, પટોળું, અવરગંજા, પૈઠ્ઠણી સાડી પહેરવાના હો તો એ જ મટીરિયલનું બ્લાઉઝ પહેરો પણ અસ્તર બ્લાઉઝથી છૂટું કરાવો જેથી અસ્તર પર બ્લાઉઝ પહેરી શકાય. આ ઉપરાંત બ્રોકેડ કે બ્રાસોનું જેકેટ કે કોટી પણ હૂંફ આપે છે. • સાડીના પાલવને સ્કાર્ફ તરીકે ઉપયોગ કરો. એને ગળાની આસપાસ વિંટાળો વધારે પડતાં કપડાને કારણે તમને સ્થૂળ દર્શાવવાને બદલે એ તમને એલિગન્ટ લુક આપશે. એની સાથે તમારી સાડીને મેચિંગ નેકપીસ લેવાની પણ જરૂર પડશે નહીં. મોટી ઇઅરિંગ્સ અથવા રણકતી બંગડીઓ પહેરો.

• સાડી લહેંગા અનારકલી કે ઈન્ડો વેસ્ટર્ન કંઈ પણ પહેરો બુટ કે પમ્પસ તમને પહેરવામાં વિચિત્ર લાગે તો મોજડી પસંદ કરો. જેથી તમારા પગને ગરમાટો મળતો રહેશે.

• અનારકલી ડ્રેસ, કુર્તી કે લહેંગા સાથે લેગિંગ્સને બદલે જેગિંસ, ટાઈટ જીન્સ પહેરો. આજકાલ એની ફેશન પણ છે. આ આઉટફિટથી તમે ટોળામાં પણ જુદા તરી આવશો.

• તમે કોઈ પણ ડ્રેસમાં એ જ મટીરિયલની ઝૂલ મુકાવો અને છુટ્ટી ઝૂલ પણ સિવડાવી શકો છો. જો સાડી પહેરો તો સોલિડ કલરનાં પોલો નેક બ્લાઉઝ કે કોટી પહેરો ડ્રેસ હોય તો એમાં પણ પોલો નેક કરાવી શકો. એની સાથે જન્ક જ્વેલરી પહેરી શકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter