ડેનિમઃ ક્યારેય જૂની ન થતી ફેશન

Monday 25th November 2019 06:25 EST
 
 

ડેનિમની ફેશન વર્લ્ડમાં સરતાજ સમાન ગણાય છે. સ્ત્રી હોય કે પુરુષ તેઓ ડેનિમ ફેબરિક મરજી મુજબ પહેરી શકે છે. ડેનિમ જેકેટ્સથી લઈને શોર્ટસ અને પેન્ટ્સથી લઈને સ્કર્ટસની ફેશન ક્યારેય જૂની થવાની નથી. ડેનિમ મટીરિયલના હવે તો કુર્તા પણ લોકપ્રિય થઈ રહ્યાં છે. ડેનિમ કુલ સાથે સાથે ટફ લૂક આપે છે. ડેનિમના કોઈ પણ આઉટફિટમાં બ્લ્યૂ કલર વિશેષ લોકપ્રિય છે. તેની માગ સૌથી વધુ રહેતી હોય છે. એમાં પણ ડાર્ક બ્લ્યૂ કલર વિશેષ લોકપ્રિય છે. વિશ્વમાં તે ટોચના બેસ્ટ સેલરમાં સામેલ છે. જોકે હવે ફેશન પરસ્ત લોકો ડેનિમમાં પણ જુદા જુદા રંગોની માગ કરે છે અને તે આઉટફિટ ટ્રાય પણ કરે છે. ડેનિમમાં જોકે આજે પણ વ્હાઈટ સિવાય ડાર્ક કલર જ વધુ જમાવટ કરે છે. જેમ કે બ્લેક, મરુન, ખાખી, ગ્રીન, મિલિટરી ગ્રીન, કોફી, ચોકલેટી વગેરે કલરની પણ બોલબોલા છે. સામાન્ય રીતે ડેનિમ મટીરિયલમાં પણ નીતનવી ફેશન ટ્રેન્ડી બની છે. શોટ્સ, કેપ્રી, લોંગથી માંડીને મિનિ સ્કર્ટ્સ, પેન્ટ્સ પલાઝો પણ ડેનિમ મટીરિયલમાંથી બનેલા દેખાય છે અને તે ટ્રેન્ડી પણ છે.

મેલ ફિમેલ ડેનિમ જેકેટ્સ તો એવરગ્રીન હોય છે. ડેનિમ જેકેટમાં નોર્મલ બટનવાળા કે ચેઈનવાળા જેકેટ્સ તો માર્કેટમાં સહેલાઈથી મળી જ રહે છે, પણ ડેનિમના લોંગ જેકેટ, શોર્ટ જેકેટ કે ટ્રેન્ચ કોટ, ડન્ગ્રી પણ ઈન ટ્રેન્ડ છે. આવા કેટલાય પ્રકારના જેકેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. જોકે ડેનિમ જેકેટ્સ ખરીદતી વખતે કેટલીક ચીજો ધ્યાનમાં રાખવા જેવી હોય છે. જેમ કે ડેનિમ જેકેટ એવું પસંદ કરો કે તે કોઈ પણ આઉટફિટ સાથે પહેરી શકાય. વોશ્ડ ડેનિમ અને ડાર્ક બ્લ્યૂ આ બે ડેનિમ માટે એવા રંગ છે જે સદાબહાર છે અને કોઈ પણ સાથે મેચ કરી શકાય છે. આવા જેકેટ ફક્ત ટી-શર્ટ અને જિન્સની સાથે નહીં પરંતુ કુર્તા સાથે પણ પહેરી શકાય છે. ડેનિમ જેકેટનું ફિટિંગ શર્ટની જેવું હોવું જોઈએ. તમારા ખભા ઉપર તેનો ભાર લાગવો ન જોઈએ. તેનું ફિટિંગ આરામદાયમ હોવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter