વાળમાં ખોડો (ડેન્ડ્રફ) થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં ફૂગ અને શેમ્પૂ શિડ્યુલનો પણ સમાવેશ થાય છે. ખોડાનું શેમ્પૂ સામાન્ય રીતે લેક્સને છૂટા કરે છે અથવા ફૂગની અતિશય વૃદ્ધિને લક્ષ્ય બનાવે છે. ખોડો ત્યારે થાય છે જયારે તમારા સ્કાલ્પની ઉપરની સ્કિનના ડ્રાય થયેલા સૂકા પોપડા ખરી જાય છે. મૂળ કારણને સમજવાથી તમે સમસ્યાને મેનેજ કરી શકો છો. અને ઘરગથ્થુ ઉપચારથી સારું ના થાય તો સારવાર પણ કરાવવી પડે છે.
ડેન્ડ્રફ શા કારણે થાય છે?
ખોડો સામાન્ય રીતે સેબોરેહિક ડર્મેટાઈટિસ સાથે સંબંધિત છે, જે સ્કાલ્પની ઉપરની ચામડી પર ખંજવાળ અને ફ્લેકી સ્કિનનું કારણ બને છે. આ સમસ્યા એટલી સામાન્ય છે કે તે વિશ્વની લગભગ અડધી પુખ્ત વસ્તીને અસર કરે છે. તમારી સેબેસિયસ ગ્રંથિઓમાંથી સ્ત્રાવ સ્કિનની સપાટી પર ફંગલ કોલોનાઈઝેશન માલાસેઝિયા નામનું યીસ્ટ, જે સ્કાલ્પની ઉપરની સ્કિનમાં બળતરા પેદા કરી શકે છે અને ત્વચાના કોષોની વધારાની વૃદ્ધિનું કારણ બની શકે છે. પૂરતા પ્રમાણમાં શેમ્પૂ ન કરવાના કારણે ત્વચાના કોષો એકઠા થઈ શકે છે અને ફલેક્સ અને ખંજવાળ પેદા કરી શકે છે. ઘણીવાર વધુ શેમ્પૂ કરવાથી તે સ્કાલ્પની સ્કિનને સૂકવી શકે છે. વાળને વધારે અથવા ખૂબ જ બળપૂર્વક કોમ્બ કરવા, જે સ્કાલ્પની ઉપરની સ્કિન અને સંવેદનશીલ સ્કિન સાથે ઘર્ષણ પેદા કરી શકે છે. પર્સનલ કેર પ્રોડક્ટનું રિએક્સન અથવા કોન્ટેક્ટ તમારા સ્કાલ્પની સ્કિનમાં બળતરા અને ખંજવાળ પેદા કરે છે. સ્કિન પર વધુ પડતું દબાણ, પોષકતત્ત્વોનો અભાવ હોય અથવા ધૂળ અથવા ગંદકીનો સંપર્ક, દવાઓની અસર વગેરે કારણસર ડેન્ડ્રફ થઇ શકે છે.
ડેન્ડ્રફનાં લક્ષણો
જ્યારે હવા સૂકી હોય ત્યારે એટલે કે પાનખર અને શિયાળાના મહિનાઓમાં તે વધુ થાય છે. આ ઉપરાંત ઓઈલી ફ્લેક્સ, ખંજવાળ, સ્કાલ્પ ઉપરની સ્કિન અને ક્યારેક ચહેરા પર બળતરા થાય. ડેન્ડ્રફ દ્વારા ફોલ્લીઓ થવી, આઈબ્રો ડેન્ડ્રફ, વાળ ખરવા જેવી તકલીફો પણ થઇ શકે છે.
ડેન્ડ્રફથી કઇ રીતે છુટકારો મેળવવો
દવાઓ, પ્રિસ્ક્રિપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર (OTC) બંને ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ઘરગથ્થુ ઉપચારથી પણ માથાની ડ્રાયનેસ દૂર થઈ શકે છે. નિષ્ણાતો સામાન્ય રીતે ડેન્ડ્રફ શેમ્પૂ અને સ્કાલ્પ ઉપરની સ્કિનની સારવારની ભલામણ કરે છે. નિષ્ણાતોની સલાહ અનુસાર તેનો ઉપયોગ કરવાથી તરત અસર જોવા મળે છે.
ડેન્ડ્રફ માટે ઘરેલુ ઉપચાર
• બેકિંગ સોડા: શાવરમાં તમારા માથાની સ્કિનમાં થોડોક બેકિંગ સોડા હળવા હાથે ઘસો. થોડીવાર પછી ધોઈ લો.
• એપલ સાઈડર વિનેગર: પા કપ એપલ સાઈડર વિનેગરમાં તેટલું જ પાણીમાં મિક્સ કરો. તમારા વાળમાં 15 મિનિટથી એક કલાક સુધી લગાડી રાખો. આ પછી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો.
• નાળિયેર તેલ: તમારા માથાની સ્કિનમાં ત્રણથી પાંચ ચમચી નાળિયેર તેલ ઘસો અને એક કલાક માટે છોડી દો. પછી વાળને એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂ કરો અને તેને ધોઈ લો.
• લીંબુનો રસ: તમારા માથાની સ્કિન પર બે ચમચી લીંબુનો રસ ઘસો અને ધોઈ નાંખો. આ દરરોજ કરો.
• એલોવેરા: તમારા વાળ ધોતા પહેલાં એલોવેરા જેલને તમારા માથાની સ્કિનમાં ઘસો. આવું દરરોજ કરો. બે અઠવાડિયાંમાં ડેન્ડ્રફ ગાયબ થઈ જશે.
• ઓલિવ ઓઈલ: તમારા માથાની સ્કિન પર દસથી પંદર ટીપાં નાંખો ઘસો. માથાને શાવર કેપથી ઢાંકીને આખી રાત છોડી દો. સવારે વાળને શેમ્પૂ કરી ધોઈ લો.
ડેન્ડ્રફ કેવી રીતે અટકાવવો
સ્કાલ્પને સ્વચ્છ રાખો: સ્કાલ્પ ઉપરની સ્કિનને ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરવો. ખાસ કરીને જો તે પહેલેથી જ ખંજવાળવાળી હોય. ખંજવાળથી બળતરા વધી શકે છે. તમારા સ્કાલ્પ ઉપરની સ્કિન માટે યોગ્ય શેમ્પૂ વાપરો. શેમ્પૂ ઘણીવાર તેલને પૂરેપૂરું કાઢી નાખે છે અને સ્કાલ્પ ડ્રાય બને છે, તેથી વધારે ખંજવાળ અને બળતરા થાય છે. ડોક્ટરની સલાહ લઇને યોગ્ય શેમ્પૂ વાપરો.
તણાવ ઓછો કરવો: તણાવ અમુક વ્યક્તિઓમાં ડેન્ડ્રફ વધારી શકે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો સમસ્યા વધે છે, જે ગંભીર અથવા વધારે તણાવને કારણે થાય છે. તેમજ ખાવા-પીવામાં ધ્યાન રાખવું. દરરોજ યોગ અને મેડિટેશન કરવું.
તાજી હવા લેવી: સંશોધન દર્શાવે છે કે બહારની જગ્યાના નિયમિત સંપર્કમાં આવવાથી ખાસ કરીને જ્યારે હવા તાજી હોય ત્યારે માથાની સ્કિન પર તેલને ભેગું થતાં ઘટાડવામાં મદદ મળે છે.
અઠવાડિયામાં ત્રણ વખત સ્કાલ્પને શેમ્પૂ કરવું અને ઓઈલ વડે મસાજ કરવું. વધારે પડતી તીખી, તળેલી અને ડેરી પ્રોડક્ટ બંધ કરી, પોષણવાળો આહાર લેવો. તમારા વાળને નિયમિત તેલ નાખી બ્રશ વડે મસાજ કરવા. આમ, થોડી સાવધાની રાખવાથી ડેન્ડ્રફને થતો અટકાવી શકાય છે.