તમારા ફિગર પ્રમાણે પહેરો આઉટફિટ

Tuesday 04th September 2018 10:49 EDT
 
 

દરેક સ્ત્રી કે યુવતીનાં કદ કાઠી અલગ અલગ હોય છે. જોકે બજારમાં વસ્ત્રો તો માત્ર માપ પ્રમાણે જ મળે છે. કોઈ એક વ્યક્તિ પર સૂટ થાય એવી જ બીજી વ્યક્તિ પર એ ફેશન સૂટ થાય એ પણ જરૂરી નથી. તેથી દરેક મહિલા અને યુવતીએ પોતાની કદ કાઠી પ્રમાણે કપડાં પર પસંદગી ઉતારવી જોઈએ. અંતે તો વ્યક્તિ પહેરેલાં કપડાંમાં કમ્ફર્ટેબલ ફિલ કરે એ જ મહત્ત્વનું હોય છે.

પિઅર શેપ

  • જો તમારો ધડનો ભાગ સ્લિમ કે સિમેટરીકલ હોય અને કમરથી નીચેનો ભાગ હેવી હોય તો તમે એવા પ્રકારના આઉટફિટ પસંદ કરો, જેમાં તમારા ફિગરને સપ્રમાણ દર્શાવવામાં મદદરૂપ થાય.
  • તમે પ્લીટ્સવાળાં સ્કર્ટ કે કુર્તી પહેરી શકો છો. સ્કર્ટ માટે સોફ્ટ ફેબ્રિક જેમ કે, ક્રેપ, લાયક્રાની પસંદગી કરવી જોઈએ. આ સ્કર્ટ હિપ્સ ઉપર ફિટ રહેશે અને તમારી કમર પણ ઓછી દેખાશે.
  • કુરતી, ટોપ અથવા ટીશર્ટ ડબલ કલરની એમ્બ્રોઇડરીવાળાં પહેરો, જેથી લોકોનું ધ્યાન તમારી અપર બોડી ઉપર વધુ રહે.
  • ટોપ અને કુરતીની નેકલાઇન ડિઝાઈનર હોય તેની પર વધુ ધ્યાન આપો. જેમ કે, બોટ નેક, ફ્રીલ નેક અને ઓફ શોલ્ડર.
  • ધડ ઉપરનું વસ્ત્ર વધુ પડતું ફિટ ન પહેરો

એપલ શેપ

  • જો તમારો કમરથી ઉપરનો ધડનો ભાગ હેવી હોય અને કમરથી નીચેનો ભાગ સિમેટ્રીકલ હોય તો તમારો બોડીશેપ એપલ ટાઈપ કહી શકાય.
  • આ પ્રકારનો બોડીશેપ ધરાવતી મહિલાઓએ કમરના ભાગેથી ફિટિંગવાળાં કપડાં પહેરવા જોઈએ. જેથી માનવ આકૃતિ પ્રમાણેનો શેપ મેઈન્ટેઈન થઈ શકે.
  • કમરથી ઉપરના ભાગે પ્લિટ્સવાળાં એ પછી કમરના ભાગે પ્લિટ્સ નાની થાય અને પાછી કમરથી નીચેના ભાગે પ્લિટ્સ ખૂલે એવાં કપડાંથી તમે બોડી શેપ મેઈન્ટેઈન કરી શકો છો.
  • આ ઉપરાંત ટ્રાઉઝર, સ્કર્ટ અથવા જેકેટ જે પણ પહેરો તે સ્કિન ફિટિંગવાળાં ન પહેરીને થોડાં ખુલતાં પહેરો.

પ્લમ્પ શેપ

  • જો તમારું શરીર સપ્રમાણ હોય તો તમે નસીબદાર છો. જોકે સપ્રમાણ શરીર સુંદર લાગે એ માટે પણ યોગ્ય આઉટફિટની પસંદગી જરૂરી હોય છે.
  • હંમેશાં ફિટિંગવાળા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો. બલુન શેપ કે કેપ શેપ ડ્રેસિસ કરતાં એ લાઈન ડ્રેસિસ પર પસંદગી ઊતારો.
  • કમરના ભાગે બેલ્ટ પહેરી શકાય એ પ્રકારના વસ્ત્રો તમારા ફિગર માટે પ્રોપર રહેશે.
  • જો તમારા હાથ પણ સપ્રમાણ હોય તો સ્લીવલેસ ડ્રેસ કે કેપસ્લિવ પહેરવાનું રાખો. બાંયની નીતનવી ડિઝાઈન્સ પણ અવોઈડ કરો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter