દુનિયાની સૌથી યુવાન અબજપતિ વ્હિટની વોલ્ફ હર્ડની નેટવર્થ વધીને રૂ. હજાર કરોડ

Monday 15th February 2021 05:22 EST
 
 

તાજેતરમાં મહિલાઓની ઓનલાઇન ડેટિંગ એપ બમ્બલના શેર અમેરિકન શેર માર્કેટમાં લિસ્ટ થતાંની સાથે જ હિટ થયાં હતાં. આ સાથે કંપનીની ૩૧ વર્ષની કો-ફાઉન્ડર અને સીઈઓ વ્હિટની વોલ્ફ હર્ડ દુનિયાની સૌથી યુવાન મહિલા અબજપતિ બની ગઈ છે. બમ્બલમાં વ્હિટનીનો ૧૨ ટકા હિસ્સો છે. ૧૧મી ફેબ્રુઆરીએ કંપનીના શેરે ધમાકેદાર લિસ્ટિંગ કર્યું અને આ સાથે તેની નેટવર્થ વધીને ૧૫૦ કરોડ ડોલર (આશરે ૧૦ હજાર કરોડ રૂપિયા)
થઈ ગઈ.
વ્હિટની અમેરિકાની સૌથી મોટી ડેટિંગ એપ ટિંડરની પણ કો-ફાઉન્ડર છે. એ પછી ૨૦૧૪માં બમ્બલ ડેટિંગ એપની શરૂઆત થઈ હતી. બમ્બલની સફળતા અંગે વ્હિટનીએ કહ્યું કે, આ એક પબ્લિક કંપની બની ગઈ છે. અમારી એપ પર મહિલાઓના ૧૭ કરોડ ફર્સ્ટ મૂવ્ઝ અને એ એપને આગળ વધારવામાં મદદ આવેલી તમામ મહિલાઓને લીધે શક્ય બન્યું છે. ડેટિંગએપ બમ્બલના આખી દુનિયામાં ૧૦ કરોડથી વધારે યુઝર્સ છે. ભારતમાં તેના ૪૦ લાખથી વધારે યુઝર્સ છે. એમાંથી મોટાભાગના યુઝર્સની ઉંમર ૩૫ વર્ષથી ઓછી છે. દુનિયાભરમાં આ કંપનીમાં ૪૦૦૦થી વધારે લોકો કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરા બમ્બલની ઈન્વેસ્ટર અને બ્રાન્ડ-એમ્બેસેડર છે. અમેરિકા સહિત વિશ્વભરની મહિલાઓમાં બમ્બલ એપ ઘણી પ્રખ્યાત છે. પ્રિયંકા ચોપરા અને ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ એનાં બ્રાન્ડ-એમ્બેસેડર છે. પ્રિયંકાએ ૨૦૧૭માં બમ્બલનું ભારતીય વર્ઝન રજૂ કર્યું હતું. પ્રિયંકા આ કંપની સાથે એક પાર્ટનર, એડવાઈઝર અને ઇન્વેસ્ટર તરીકે જોડાયેલી છે. તેની મેનેજર અંજુલા અચારિયા પણ તેની સ્ટ્રેટેજિક એડવાઇઝર રહી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter