બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે. આ પાછળનું કારણ એક દુર્લભ જિનેટિક બીમારી છે, જેનું નામ લિપોડિસ્ટ્રોફી છે. આ બીમારીના કારણે નાની ઉંમરથી જ કરચલીઓ પડવા લાગી અને ચહેરા પર વૃદ્ધાવસ્થાની અસર દેખાવા લાગી. આ સ્થિતિને કારણે ઝારાને નાનપણથી જ લોકોની મશ્કરી અને ટીખળનો સામનો કરવો પડ્યો હતો, સ્કૂલમાં પણ બાળકો તેને ‘દાદી’ કહીને ચીડવતા હતા. જ્યારે તેની વાત મીડિયામાં આવી, ત્યારે અમેરિકાના એક ડોક્ટરે તેને ફ્રીમાં ફેસલિફ્ટ સર્જરીની ઓફર કરી. અને આ સર્જરી સફળ રહી છે.


