યુવતીઓ નવરાત્રિમાં સુંદર દેખાવા આટઉફિટથી લઇને મેકઅપનું ધ્યાન રાખે છે. એમાં સૌથી વધારે કન્ફ્યૂઝ હેર સ્ટાઇલ ચૂઝ કરવામાં થાય છે. પછી વાળને સિમ્પલ રીતે બાંધી દે છે. એમાં થોડી યુનિક હેર સ્ટાઇલની વાત કરીશું, જેનાથી નવરાત્રિમાં તમે યુનિક લુક મેળવી શકશો.
ટ્વિસ્ટેડ પોનીટેલ
સિમ્પલ, એલિગન્ટ અને સ્માર્ટ હેરસ્ટાઇલ બનાવવાનું વિચારી રહ્યાં છો તો ટ્વિસ્ટેડ પોનીટેલ બનાવો. તેને તમે બે રીતે બનાવી શકો છો. પહેલાં વાળને પાછળ લઇને બે ભાગ પાડી દો. પછી ટ્વિસ્ટ કરો. બીજું, સિમ્પલ લો પોનીટેલ બનાવો અને એક કલરફુલ રિબનથી લપેટી લો.
મેસી પોનીટેલ
મેસી બર્ન નવરાત્રિમાં હોટ ફેવરિટ છે. કંઇ ન સૂઝે અથવા ટાઇમ ન હોય તો મેસી બર્નથી સારું કંઇ હોઇ ન શકે, પરંતુ મેસી બર્ન કરતાં કંઇક નવું કરવા ઇચ્છો છો તો મેસી પોનીટેલ બનાવી શકો. તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે. તમે ટ્રેડિશનલની સાથે થોડો મોડર્ન લુક ઇચ્છતા હો તો મેસી પોનીટેલ ટ્રાય કરો.
ફ્રેન્ચ બ્રેડ લો બર્ન
ગરબા રમતાં રમતાં ગરમી ન લાગે એટલે યુવતીઓ બર્ન લેવાનું પસંદ કરે છે. એમાં સિમ્પલ બર્ન લેવો એના કરતાં ફ્રેન્ચ બ્રેડ લો બર્ન લો. એ માટે આગળના વાળને આગળ લઇને સેક્શન લઇને ફ્રેન્ચ બ્રેડ બનાવો. પછી પાછળના વાળનો બર્ન બનાવી લો. તેને રીઅલ અથવા આર્ટિફિશિયલ ગજરાથી સજાવવો.
રેટ્રો હેર સ્ટાઇલ
તહેવારમાં સિમ્પલ કરતાં થોડો રેટ્રો લુક પોતાની જાતને આપો. તમે ગરબામાં કંઇક વિન્ટેજ અને સ્ટાઇલિશ ટ્રાય કરશો તો સારું લાગશે. રેટ્રો બર્ન સમગ્ર વાઇબને બદલી શકે છે. તેની સાથે બોહેમિયન જ્વેલરીને યૂઝ કરો.
ક્રાઉન બ્રેડ હેર સ્ટાઇલ
સરસ મજાના ચણિયાચોળી પહેર્યા હોય તેની સાથે આકર્ષક હેર સ્ટાઇલ લેવાનું વિચારી રહ્યાં હોવ તો ક્રાઉન બ્રેડ બનાવો. લુકવાઇઝ સુપરડુપર લાગતી આ હેર સ્ટાઇલ ખાસ મુશ્કેલ નથી. આ હેર સ્ટાઇલ લેવા એક તરફથી વાળનું સેક્શન લઇને પાછળ બીજી બાજુ બ્રેડ કરતાં કરતાં લઇ જાવ. બાકીના વાળને કર્લ કરી લો.
ફિશટેલ બ્રેડ હેર સ્ટાઇલ
આ હેર સ્ટાઇલ દરેક પ્રકારના ફેસ ઉપર સૂટ થાય છે. એ માટે વાળમાં બે સેક્શન પાડી દો. હવે પહેલાં એક સાઇડથી થિન લેયર લઇને તેને બીજી સાઇડથી વાળ સાથે એડ કરો. એ જ રીતે બીજી સાઇડથી એક થિન લેયર લઇને પહેલી સાઇડ પર એડ કરો. આ રીતે અંત સુધી વાળથી બ્રેડ બનાવો. છેલ્લે વાળને બાંધી લો.
રોપ બ્રેડ પોનીટેલ
આ હેર સ્ટાઇલ નવરાત્રિમાં અને રૂટિનમાં પણ તમે લઇ શકો છો. સૌથી પહેલાં હાઇ પોનીટેલ બનાવી લો. હવે થોડા વાળ લઇને નોટની જેમ બાંધી લો. તમારી પોનીટેલને બે સેક્શનમાં બાંધી લો અને પછી તેને લેફ્ટ સાઇડ ફેરવી દો. આ રીતે ટ્વિસ્ટ કરતાં કરતાં નીચે તરફ રબર બેન્ડથી બાંધી લો.


