નવરાત્રિમાં તમારા નયનને નિખારતો આઈ મેકઅપ

Saturday 10th October 2026 08:13 EDT
 
 

મેકઅપમાં કલરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને એમાંય પ્રસંગો અનુસાર મેકઅપ કરવામાં આવે તો એ વધુ આકર્ષક બની જતો હોય છે. નવરાત્રિની વાત કરીએ તો એમાં બ્રાઇટ કલર્સ વધારે બ્યૂટીફુલ લાગે છે. આ ફેસ્ટિવલમાં ગોર્જિયસ લુક માટે કેવા પ્રકારના શેડ્સ ટ્રાય કરી શકાય, એ અંગે જાણીએ.
• બટરફલાય આઇ મેકઅપઃ આ આઈ મેકઅપ ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને પ્રકારનાં આઉટફિટ સાથે શોભે છે. ડ્યૂઅલ કલરમાં પર્પલ અને લાઈટ વેઇટ કલરનો ઉપયોગ કરો. એ માટે આઇલિડની બહારની તરફના અડધા ભાગમાં પર્પલ શેડ લગાવો અને તેની અંદર તરફ લાઈટ કલર મર્જ કરતા લગાવો. પછી અંદરની તરફ ખૂણાના ભાગમાં લાઇટ વેઇટ શેડ લગાવો.
• વાઇન એન્ડ શિમર ન્યૂડ કોમ્બિનેશનઃ ગ્લેમરસ લુક માટે તમે ડાર્ક ટોનમાં વાઇન અને શિમરિશ ન્યૂડ કલરનો ઉપયોગ કરો. આઇલિડ પર તમે વાઇન આઇશેડો લગાવો. આઇલિડના ઉપરના ભાગમાં શિમરિશ ન્યૂડ શેડ લગાવો અને નીચેના ભાગમાં બ્લેક કાજલથી હાઈલાઈટ કરો.
• મેટાલિક આઈ મેકઅપઃ આ લુક માટે સૌથી પહેલાં આઇ મેકઅપમાં બ્રાઉન શિમર અથવા ન્યૂડ મેટેલિક આઈશેડો આઇલિડના મિડલ પર લગાવો. બહાર સાઈડ તરફ મેટાલિક આઇશેડો લગાવો. એ પછી આઇલેશીઝ લગાવીને બ્લેક મોટી આઇલાઇનર અને કાજલ લગાવો.
• મેટાલિક બ્લૂ કલરઃ આઈ મેકઅપમાં તમે મેટાલિક બ્લૂ કલરનો શેડ આઇલિડ પર લગાવીને મર્જ કરો. પછી બ્લૂ આઈ પેન્સિલથી આઇ લાઈનર અને કાજલ લગાવી તેને પરસ્પર મર્જ કરો. કલર મર્જ કર્યા બાદ બ્લેક લાઈનર લગાવો. નીચેના ભાગમાં બ્લૂ પેન્સિલથી હાઇલાઇટ કરો.
• સ્મોકી આઇ મેકઅપઃ આઈ મેકઅપ માટે એશ મેટાલિક કલરના આઈશેડો આઇલિડ પર લગાવીને સારી રીતે મર્જ કરો. એ પછી આઇલેશીઝ લગાવો. પછી તેને મસ્કારાની ઉપર તરફ કર્વ કરો. બ્લેક આઇલાઇનર બહારની તરફ કર્વ કરતા લગાવો. એનાથી નાની આંખ મોટી લગાશે. જેમની આંખો નાની છે એમના માટે સ્મોકી આઇ મેકઅપ બેસ્ટ ઓપ્શન છે.
• પિંક એન્ડ બ્લૂ કોમ્બિનેશનઃ ફેસ્ટિવલમાં ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ્સની સાથે આ પ્રકારનો આઇ મેકઅપ પણ ટ્રાય કરી શકો છો. એ માટે આઇલિડ પર પિંક શેડના આઈશેડો લગાવો અને બહારની સાઈડ લાઈટ બ્લેક શેડ લગાવીને મર્જ કરો. આંખની નીચેના ભાગમાં બ્લૂ પેન્સિલથી હાઇલાઇટ કરો.
• પર્પલ એન્ડ બ્લેકઃ આઇ મેકઅપમાં પર્પલ એન્ડ લાઈટ બ્લૂનું કોમ્બિનેશન પણ પસંદ કરી શકો છો. આઇલિડ પર ગ્લિટરી પર્પલ અને સેન્ટરમાં બ્લૂ શેડો લગાવીને મર્જ કરો. આઇલાઇનર જાડ્ડી લગાવો.
• મોવ એન્ડ સી ગ્રીન કોમ્બિનેશનઃ મેકઅપમાં આઈ મેકઅપ ડિફરન્ટ કરવા માટે તમે પિંકિશ મોવ અને સી ગ્રીનનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો. એ માટે આઇલિડ પર પિંક અને મોવ કલરના આઇશેડોમાં મર્જ કરીને લગાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter