નાક કાનની જેમ આંગળીમાં પિઅરસિંગનો ટ્રેન્ડ

Tuesday 07th August 2018 03:14 EDT
 
 

સામાન્ય રીતે કાન અને નાક વીંધાવવાની પરંપરા યુગો પુરાણી હોવાનું મનાય છે. તમારા ઘરની મહિલાઓને કાન વીંધાવતી, નાક વીંધાવતી જોઈ હશે. એથી વધીને બહુ બહુ તો નાભિ વીંધાવાના અને આઈબ્ર્રો વીંધાવવા વિશે તમે જોયું અને સાંભળ્યું હશે, પરંતુ હવે યુવાનો સગાઈ પછી એંગેંજમેન્ટ રિંગ માટે પણ પિઅરસિંગ કરતા જોવા મળે છે. આ એક નવો જ ટ્રેન્ડ બની ગયો છે. હાથમાં પિઅરસિંગને એક પ્રકારે ચામડીના પિઅરસિંગ જ કહી શકાય છે. જ્વેલેરીના તારથી કે બે ટુકડાંના ઉપયોગથી તે કરવામાં આવે છે. આ પ્રકારના પિઅરસિંગમાં જ્વેલેરીનો એક ભાગ ધાતુનો ફ્લેટ ભાગ હોય છે જે ચામડીની સપાટીમાં શામેલ કરવામાં આવે છે જ્યારે ઉપરોક્ત દેખાતા એક સ્ટડ જેને શરીરના પિઅરસિંગ સાથે અન્ય કોઇ જ્વેલેરીની જેમ બદલી શકાય છે.

બ્રિટનમાં ટ્રેન્ડ

ખાસ કરીને બ્રિટનમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળે છે. સરેરાશ બ્રિટિશ દંપતી તેમની સગાઈની રિંગ પર લગભગ ૧૦૮૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. આવા કિસ્સામાં, જો કોઈ સામાન્ય સગાઈની રિંગ હોય, તો તે ખોવાઈ જવાનો ભય સતત રહે છે, પરંતુ જો એંગેંજમેન્ટ પિઅરસિંગ કરાવે તો આ ડર રહેશે નહીં. જોકે સ્કિન સ્પેશ્યાલિસ્ટ અને સ્કિન એક્સપર્ટ્સ એ પણ માને છે કે નાક કે કાન વિંધાવવા જેટલું આ પિઅરસિંગ યોગ્ય નથી. આંગળીમાં કાણું કરવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

યોગ્ય કારણ

સ્કિન એક્સપર્ટ્સ કહે છે કે, સામાન્ય રીતે જ્યારે ત્વચા પર પિઅરસિંગ કરવામાં આવે છે તે ચામડીને ખોટી કર્યા વિના કે એનેસ્થેસિયા વિના કરવામાં આવે છે. જે અત્યંત દુઃખદાયક પણ હોય છે. આંગળીમાં કાણું પાડ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક વખત ચામડીને વીંધવામાં આવે એ પછી રિંગ અથવા તો પીન કાઢી નાંખવામાં આવે તો તેને કાઢી નાખવું મુશ્કેલ બને છે. ક્યારેક ચામડીના રોગો અથવા સેપ્ટિક થવાની શક્યતા પણ રહે છે તેથી તજજ્ઞ પાસે જ નાજુક ચામડી વિંધાવવી જોઈએ. પિઅરસિંગ પહેલાં એ નક્કી રાખવું કે ખરેખર તમે પિઅરસિંગ માટે તૈયાર છો કે નહીં? આ ઉપરાંત પિઅરસિંગ પહેલાં એ નિર્ણય પણ ચોક્કસ લેવો જોઈએ કે તમારે ક્યા પ્રકારની રિંગ કે પીન હાથમાં પહેરવી છે. કારણ કે એક વખત પિઅરસિંગ પછી વારંવાર તે જગ્યાએ પિઅરસિંગ શક્ય બનતું નથી.

ધ્યાનમાં રાખવાની બાબતો

  • આંગળી વિંધાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે કઈ આંગળીમાં તમારે પિઅરસિંગ કરાવવું છે.
  • પિઅરસિંગ પહેલાં આંગળીની નસ ચેક કરાવી લેવી જોઈએ જેથી કોઈ વેન બ્લોકનો પ્રોબ્લેમ ભવિષ્યમાં નડે નહીં
  • ક્યા પ્રકારની રિંગ કે પીન પહેરવી છે એનો નિર્ણય પહેલેથી લેવો અને એ નિર્ણય પર જ મક્કમ રહેવું કારણ કે વારંવાર પિઅરસિંગ શક્ય હોતું નથી.
  • આંગળીમાં બની શકે ત્યાં સુધી પિઅરસિંગ માટે નાના ડાયમંડ કે સ્પાર્કલિંગ ડોટની પસંદગી કરવી.
  • આખી રિંગમાંથી માત્ર ડાયમંડનો ભાગ ચામડી સાથે જોડાઈ રહે તે પ્રકારનું પિઅરસિંગ પણ કરવામાં આવે છે. તેમાં રિંગ નડે તો પણ તમે ઉતારી શકતા નથી. તે સામાન્ય રીતે જોખમી માનવામાં આવે છે. તેથી આ પ્રકારે પિઅરસિંગ કરાવવું યોગ્ય છે કે નહીં તેનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter