મિનિએચર બેગ કેરી કરવામાં સરળ અને દેખાવમાં કુલ છે. દરેક આઉટફિટ સાથે તેને સ્ટાઈલ કરી શકાય છે. કેઝ્યુઅલ લુક, કોલેજ લુક, પાર્ટી લુક વગેરે માટે પરફેક્ટ છે. મિનિમલિસ્ટિક ફેશન ટ્રેન્ડમાં આ બેગ્સ સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે.
આજના સમયમાં ભાગ્યે જ કોઈ મહિલા એવી હશે જેને સ્ટાઈલિશ અને ટ્રેન્ડી વસ્તુઓ પસંદ ન હોય. જો વાત હેન્ડ બેગની હોય તો ડ્રેસ અને અવસરને અનુરૂપ હેન્ડ બેગ્સનું કલેક્શન દરેક મહિલાના વોર્ડરોબમાં અચૂક હોય જ. જયારે પણ ક્યાંય જવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં દરેકના માઈન્ડમાં એક જ વાત આવે કે કેવો ડ્રેસ પહેરીશું! પરંતુ કોઈપણ પ્રસંગમાં પરફેક્ટ લુક મેળવવા માટે ફક્ત વસ્ત્રો પર ફોક્સ કરવું જોઈએ નહીં. સાથે લટકાવેલું પરફેક્ટ હેન્ડ બેગ તમારા લૂકને સંપૂર્ણ કરશે. એક હેન્ડ બેગ તમારા દેખાવને બનાવી પણ શકે છે અને બગાડી પણ. આથી તેની પસંદગી હંમેશાં સમજદારી પૂર્વક કરો.
જો તમે કોઈ ફંક્શન અથવા તો મૂવી જોવા જઈ રહ્યા હો તો સ્વાભાવિક છે ત્યાં મોટા બેગ્સ લઈને જશો તો હાસ્યાસ્પદ અને આઉટડેટેડ લાગશો. આ દરેક પ્રસંગે તમને હેન્ડબેગમાં વધુ સામાન સાથે રાખવાની પણ જરૂર રહેતી નથી. અહીં તમને કામ આવશે સ્મોલ સાઈઝ શોલ્ડર બેગ્સ. જેમાં જરૂરતનો થોડો સામાન જેમ કે મોબાઈલ, ચાવી, નાનકડું વોલેટ મૂકી શકશો.
માર્કેટમાં આવા નાના કદના સ્માર્ટ હેન્ડ બેગ્સના ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. વિવિધ શેઈપ, વર્સેટાઈલ કલર્સ અને આકર્ષક મટીરિયલમાં મળતા આ હેન્ડ બેગ્સ તમને અન્યોથી અલગ તારવશે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનાવશે.
• ક્લચઃ ક્લચ સોફેસ્ટિકેટેડ લુક આપશે. તેને હાથમાં સ્ટાઇલથી પકડી રાખવાથી તમે વધુ ગ્રેસફુલ દેખાશો. માર્કેટમાં ક્લચના વિવિધ ઓપશન્સમાં જાજરમાન દેખાતા એમ્બ્રોડરી વર્ક ક્લચ, સ્ટોન અને બીડ્સ લગાવેલા હેવી લુક ક્લચ અને સોબર લુક માટે લેધર ક્લચ મળી રહે છે. ક્લચ એથનિક હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ સાથે સરસ લાગે છે. ક્લચની ખરીદી કરતા સમયે એ ધ્યાન રાખવું કે તેની ચેઈન ડીટેચેબલ હોય જેથી જરૂર પડે તો તમે તેને લગાવી ક્રોસબોડી લટકાવી પણ શકો.
• બાઉલર બેગઃ બાઉલર બેગ ખૂબ ક્લાસી દેખાય છે. તેનો યુનિક દેખાવ તમને સૌથી અલગ પાડશે. તેનું મટીરીયલ ઘણું સોફ્ટ હોય છે અને તેના કમ્પાર્ટમેન્ટ્સ એ પ્રકારે ડીઝાઈન હોય છે કે નાના પર્સમાં પણ જરૂરિયાતની દરેક વસ્તુ આરામથી સમાવી શકાય. આવા પ્રકારના પર્સ ફિટેડ ડ્રેસ સાથે અથવા હાઈ-વેસ્ટ ટ્રાઉઝર સાથે પરફેક્ટ મેચ થાય છે.
• બીડેડ બેગઃ જો તમે સ્ટાઈલિંગ દીવા બનવા માગતા હો તો તમારા વોર્ડરોબમાં એક બીડેડ પર્સ અચૂક રાખશો. બીડેડ હેન્ડ બેગ અન્ય મિનિએચર બેગ્સની સરખામણીમાં વધુ નાના હોય છે. પરંતુ તેનો રોયલ લુક તમને ખૂબ શાનદાર અનુભવ આપશે. ઈવનિંગ ગાઉન કે સાડી સાથે તે પરફેક્ટ જશે.


