અમેરિકાના મહાનગર ન્યૂયોર્કના વિખ્યાત ટાઇમ્સ સ્કવેરમાં તાજતેરમાં ‘સારી ગોઝ ગ્લોબલ’ ઇવેન્ટની ત્રીજી આવૃત્તિ યોજાઇ હતી, જેમાં પ્રવાસી ભારતીય મહિલાઓએ સાડીના વારસા, શાલીનતા અને પ્રાદેશિક વિવિધતાનું પ્રદર્શન કર્યું. ન્યૂયોર્ક સ્થિત પરોપકારી સંસ્થા ‘ઉમા ગ્લોબલ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને ઓળખની ઉજવણી અંતર્ગત સંગીત, નૃત્ય અને પબ્લિક વોક સાથે સમગ્ર ભારતમાંથી આવેલી સાડીઓ પહેરેલી મહિલાઓ અને યુવતીઓ એકસાથે જોવા મળી હતી. મહિલાઓએ પરંપરાગત આસામી વણાટ, લખનઉની ચિકનકારી, બનારસી સિલ્ક અને કાંજીવરમ સહિત વિવિધ પ્રકારની સાડી પહેરી હતી. સમગ્ર આયોજને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.


