પદ્મશ્રી વિજેતાએ 2 વર્ષની મહેનતથી આ સાડી બનાવી

Saturday 09th May 2026 10:16 EDT
 
 

અમેરિકાના મહાનગર ન્યૂયોર્કમાં તાજેતરમાં આયોજિત શાનદાર સમારોહ ‘ટાઈમ 100 ગાલા’માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો લૂક છવાયો હતો. આ ઈવેન્ટમાં તેમણે વિશેષ જામદાની સાડી પહેરી હતી. આ સાડીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પશ્ચિમ બંગાળના કલાકાર બીરેન કુમાર બસાકે સતત 2 વર્ષની સખત મહેનતથી વણી છે. બારીક મીનાકારી શૈલીમાં બનેલી આ સાડી આદિવાસી રૂપાંકનો, ચિત્રાત્મક વાર્તાઓનો સુંદર સંગમ છે. નીતા અંબાણીએ તેને પન્નાના ઝુમકાઓ અને હીરાની વીંટી સાથે પહેરી હતી. ટાઈમ મેગેઝિને કહ્યું કે તે ભારતમાં નવું એડિશન ‘ટાઈમ 100 નેક્સ્ટ ઇન્ડિયા’ લોન્ચ કરશે. જેમાં ખાસ કરીને ભારત અને ભારતીય મૂળના 100 ઉભરતા લીડર્સને સ્થાન આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter