પહેરવામાં હળવી પેપર જ્વેલરી

Wednesday 14th September 2016 08:25 EDT
 
 

રાજા રજવાડાના સમયથી ભારતમાં સ્ત્રીઓનાં ઘરેણાં લગભગ હેવિ જ જોવા મળતાં આવ્યાં છે. પ્રસંગે પણ મહિલાઓ લગભગ ભારે આભૂષણોમાં દેખાય, પણ હવે એક નવા પ્રકારની જ્વેલરીનો તેમાં ઉમેરો થતો જોવા મળે છે. તે છે પેપર જ્વેલરી. પેપર જ્વેલરીમાં વુડ્ઝ, ક્રિસ્ટલ, બીડ્‌સ, કુંદન, સ્ટોન, પોસકી, પ્લાસ્ટિક, કાચ તથા સેમી પ્રેશિયસ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ પ્રકારની ચીજો જ્વેલરીને સુંદર અને એટ્રેક્ટીવ લૂક આપવામાં મદદ કરે છે. ગોલ્ડ, કોપર, સિલ્વર, બ્લેક મેટલ, વ્હાઈટ મેટલ વગેરે તથા નકલી મોતી અને બીજા અનેક પ્રકારની ચીજોથી આ આકર્ષક જ્વેલરી બનાવવામાં આવે છે.

અમદાવાદના જાણીતા જ્વેલરી ડિઝાઈનર પૂર્વી મહેતા કહે છે કે, જ્વેલરીમાં પેપર નેકલેસનો ક્રેઝ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. પેપર જ્વેલરી યુવતીઓથી લઈને મહિલાઓમાં વધારે પ્રિય છે. પેપર જ્વેલરીનો ક્રેઝ વધવાનું એક કારણ એ પણ છે કે સામાન્ય મહિલાઓ પણ તે વસાવી શકે છે. કારણ કે તેની કિંમત પોષાય તેવી હોય છે. સાથે પેપરથી બનેલી હોવાથી લાઈટ વેટ પણ હોય છે.

હાલમાં જે પેપર જ્વેલરી બનાવાય છે તેમાં ઇટરિંગ્સ, ઝુમકા, બ્રેસલેટ, પેંડેંટ અને પેન્ડેન્ટ બુટ્ટી વીંટી એમ સેટ પણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની ફંકી જ્વેલરી પણ બની શકે છે. ઉપરાંત સિમ્પલ લૂક માટે આ પ્રકારના આભૂષણ વધારે પસંદ કરાતા હોય છે.

એલર્જી નહીં

ઘણી સ્ત્રીઓની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને અમુક જ પ્રકારની જ્વેલરી પહેરીને મન મનાવવું પડે છે. સામાન્ય રીતે પેપર જ્વેલરીથી આવી કોઈ સમસ્યા થતી નથી. વોટરપ્રુફ જ્વેલરી પેપર જ્વેલરીને બનાવવા માટેરિસાઈકલ પેપરનો ઉપયોગ થાય છે. આ પેપર પર્યાવરણમાંથી કાર્બનને ઘટાડે છે અને એન્વાયરર્નમેન્ટને કોઈ નુકસાન પણ કરતું હોતું નથી. આ જ્વેલરી પાણીના સંપર્કમાં આવવાથી કે પરસેવો થવાના કારણે ખરાબ પણ થતી નથી.

કેવી રીતે બને પેપર જ્વેલરી?

પેપર જ્વેલરી બનાવવા માટે સૌ પહેલાં રો મટિરિયલ બને છે. ત્યારબાદ તેને હાથની મદદથી અલગ અલગ પ્રકારની આકૃતિઓમાં ફેરવવામાં આવે છે. જ્વેલરી કાયમી ટકી રહે અને મજબૂત બને એ માટે ખાસ પ્રકારના મેટલનો ઉપયોગ કરાય છે. પેપર જ્વેલરીની ઉપર રંગ કરવામાં તેમજ તેને વોટર પ્રુફ બનાવવામાં પણ ઘણી સાવધાની રાખવામાં આવે છે.

પેપર ક્વિનિંગથી પણ આ જ્વેલરી તૈયાર કરાય છે. તેના માટે થિક શીટવાળા પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની પર ડિઝાઈન બનાવીને પછી કટિંગ તેમજ ડિઝાઈનીંગ કરીને તેમાં વિવિધ પ્રકારના બીડ્‌સ અને સ્ટોનનો ઉપયોગ કરીને તેને સુંદર આભૂષણના રૂપમાં ફેરવવામાં આવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter