પ્રસંગોમાં આપણે યુનિક લુક મેળવવા આઉટફિટ અને જવેલરીનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત એસેસરીઝ પણ બદલો. એસેસરીઝમાં બેગ, ક્લચ, પર્સનું બહુ મોટું યોગદાન છે, જેને કેરી કરીને રેટ્રો લુક મેળવી શકાય છે.
રાઇનસ્ટોન ક્રિસ્ટલ બેગ
રાઈનસ્ટોન એ સ્પાર્કલ કરનાર ગ્લિટર બેગ હોય છે. તેને તમે ખભા ઉપર અને હાથમાં પણ પકડી શકો છો. તમે સિલ્વર ટચવાળી સાડી કે આઉટફિટ પહેર્યા હોય તો રાઈનસ્ટોન ક્રિસ્ટલ બેગ એની સાથે પરફેક્ટ રહેશે. આ બેગની ખાસ વાત એ છે કે તે વેસ્ટર્ન અને એથનિક બંને પ્રકારનાં આઉટફિટ સાથે કેરી કરી શકો છો. આ બેગને કારણે તમે અન્ય કરતાં અલગ તરી આવશો.
મેટલિક બોક્સ કલચ
બ્લેક અને મેટ ગોલ્ડ શેડમાં આ પ્રકારનું ક્લચ મળતું હોય છે. આ ક્લચને તમે લગ્ન, પાર્ટી અને કેઝ્યુઅલ આઉટિંગ માટે પણ કેરી કરી શકો છો. મેટ ગોલ્ડ હોવાથી આ કલચ દરેક પ્રકારનાં આઉટફિટ સાથે સૂટ કરે છે. એમાં હૂક એન્ડ લૂપ ક્લોઝરમાં હોય છે, જેથી તેને લટકાવવા ચેન સ્ટ્રેપ કરવામાં આવે છે. મેટલિક બોક્સ ક્લચ હોટ લુક આપે છે.
એમબેલિશ્ડ બોકસ કલચ
આ પ્રકારના ક્લચમાં કોઈ પણ પ્રકારની એન્ટિક વસ્તુનું વર્ક કરેલ હોય છે. વર્ક માટે સામાન્ય રીતે પર્લ, નાના મોટા ડાયમંડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને બ્રાઈટ કલરના ક્લચ પર ગોલ્ડન કલરના થ્રેડથી વર્ક થાય છે. એટલે આકર્ષક લુક મળે છે અને દરેક પ્રકારનાં આઉટફિટ સાથે કેરી કરી શકાય છે.
ગોલ્ડન ફોલ્ડ ઓવર કલચ
દેખાવમાં નાનું હોવા છતાં એમાં મોબાઈલ, ચાવી વગેરે જેવી વસ્તુઓ સરળતાથી મૂકી શકાય છે. આ પ્રકારનું ક્લચ ગોલ્ડન અને સિલ્વર બંને શેડમાં મળે છે. લુક વાઇઝ પણ સિમ્પલ અને શોબર લાગે છે.
બોહો ડેનિમ કલચ
એવિલ આઈ એમ્બ્રોઈડરીવાળી આ કલચ બેગ પેચ વર્કને કારણે બહુ સુંદર લાગે છે. આ પ્રકારનાં ક્લચ સામાન્ય રીતે ડેનિમ પર બનાવવામાં આવે છે અને ફ્યૂઝન આઉટફિટ સાથે મેચ કરે છે. એમાં સિલ્વર અથવા ગોલ્ડ ચેન સ્ટ્રેપ કરવામાં આવે છે, જેથી તેને કેરી કરવામાં સરળતા રહે.


