પ્લાઝોનો નવો અંદાજ અને સ્ટાઇલિંગ ટિપ્સ

Wednesday 25th November 2026 04:47 EST
 
 

આજના સમયમાં સ્ત્રીઓની પહેલી પસંદ ‘કમ્ફર્ટ વિથ સ્ટાઈલ’ બની ગઈ છે. જ્યારે વાત આરામદાયક અને અત્યાધુનિક ફેશનની હોય, ત્યારે પ્લાઝો સૌથી મોખરે આવે છે. હવે પ્લાઝો માત્ર કેઝ્યુઅલ વેર પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તે લગ્નપ્રસંગો અને ઓફિસ વેર માટે પણ એક મજબૂત ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. આજે આપણે જાણીશું ટ્રેન્ડિંગ પ્લાઝોના પ્રકાર વિશે...
• ડ્રામેટિક ફલેર્ડ અને શરારા સ્ટાઇલઃ છેલ્લા થોડા સમયથી ખૂબ જ પહોળા ઘેરવાળા પ્લાઝો ફેશનમાં છે, જે જોવામાં લહેંગા જેવો લુક આપે છે. ગોટાપટ્ટી વર્ક અને હેવી બોર્ડરવાળા પ્લાઝો લગ્ન કે ઉત્સવો માટે શ્રેષ્ઠ છે.
• ઓર્ગેન્ઝા અને હેન્ડપેન્ટેડ પ્લાઝોઃ જો તમને કંઈક સોફ્ટ અને રોમેન્ટિક લુક ગમતો હોય, તો ઓર્ગેન્ઝા ફેબ્રિકના પ્લાઝો તમારી પહેલી પસંદ હોવા જોઈએ. તેના પર કરવામાં આવતા સુંદર હેન્ડપેન્ટેડ ફ્લોરલ મોટિફ્સ ઉનાળાની સીઝનમાં ખૂબ જ આકર્ષક લાગે છે.
• સ્ટ્રક્ચર્ડ ચંદેરી અને સિલ્ક પ્લાઝોઃ ઓફિસ મીટિંગ કે સાંજની પાર્ટી માટે ચંદેરી સિલ્ક કે કોટન સિલ્ક બ્લેન્ડના પ્લાઝો ટ્રેન્ડમાં છે. મેજેન્ટા, ટીલ બ્લૂ અને વાઈન જેવા ઘેરા રંગો આ ફેબ્રિકમાં વધુ રોયલ લુક આપે છે.
• પ્રિન્ટેડ અને ટાઈ-ડાઈ પ્લાઝોઃ રોજિંદા વપરાશ માટે બાંધણી, બ્લોક પ્રિન્ટ અને ટાઈ-ડાઈ ડિઝાઈનવાળા પ્લાઝો ક્યારેય આઉટ ઓફ ફેશન થતા નથી.

પ્લાઝોને કેવી રીતે સ્ટાઇલ કરશો?

• ક્રોપ ટોપ સાથેઃ જો પ્લાઝો હાઈ-વેસ્ટ હોય તો તેને ક્રોપ ટોપ સાથે પહેરવાથી તમારી ઊંચાઈ વધુ દેખાશે અને એક મોડર્ન ઈન્ડો-વેસ્ટર્ન લુક મળશે.
• લોન્ગ કુર્તી સાથેઃ જો તમે પરંપરાગત લુક ઈચ્છતા હોવ તો ઘૂંટણ સુધીની અથવા લાંબી કુર્તી સાથે ફ્લેર્ડ પ્લાઝો પહેરો.
• શર્ટ સાથે ઓફિસ લુકઃ પ્લેન પ્લાઝો સાથે ફિટેડ શર્ટને ઈન કરીને પહેરવાથી તમે પ્રોફેશનલ અને સ્ટાઈલિશ દેખાશો.
• મોનોક્રોમેટિક લુકઃ ઉપર-નીચે એક જ કલરનાં કપડાં પહેરવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ લોકપ્રિય છે. તે તમને વધુ સ્લિમ અને ઊંચા દેખાડવામાં મદદ કરે છે.

એક્સેસરીઝ અને ફૂટવેર

પ્લાઝો સાથે હાઈ હિલ્સ અથવા વેજિસ પહેરવાથી પ્લાઝોનો ફ્લેર જમીન પર ઘસાશે નહીં અને ચાલવામાં સરળતા રહેશે. એક્સેસરીઝમાં હેવી એરિંગ્સ અથવા ઓક્સોડાઈઝ્ડ જવેલરી આ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. યાદ રાખો કે, પ્લાઝો પહેરતી વખતે હંમેશાં ‘બેલેન્સ’ જાળવો. જો પ્લાઝો ખૂબ જ ઘેરવાળો હોય, તો ઉપરનું ટોપ કે કુર્તી થોડી ટાઈટ રાખો, જેથી તમારો દેખાવ સુઘડ લાગે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter