ફેશન મંત્રઃ તમારા ટ્રેડિશનલ લુકને નિખારશે પોટલી બેગ્સ

Saturday 10th May 2025 07:51 EDT
 
 

કોઇ પણ ટ્રેડિશનલ લુક ફક્ત પરંપરાગત આઉટફિટથી જ કમ્પ્લીટ નથી બનતો. આ માટે મેચિંગ જવેલરી અને અન્ય એક્સેસરીઝની પણ એટલી જ જરૂરી છે. જ્યારે કોઇ પ્રસંગમાં જઇએ ત્યારે મોબાઈલ અથવા જરૂરી વસ્તુઓ મૂકવા માટે પર્સ હોવું જરૂરી છે. એમાં આપણે ડિઝાઈનર ક્લચ અને પોટલી બેગ્સને પ્રાધાન્ય આપીએ છીએ. આજકાલ પોટલી બેગ્સનો ક્રેઝ વધી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસીસ પણ પાર્ટી અને પ્રસંગોમાં પોટલી બેગ્સ કેરી કરતી જોવા મળી રહી છે.
ડ્રેસ સાથે પોટલી બેગ
પ્રસંગોમાં સામાન્ય રીતે આપણે અનારકલી કુર્તી અથવા મિરર વર્ક, હેવી એમ્બ્રોઇડરી વર્કવાળા ડ્રેસ પહેરવાનું પસંદ કરીએ છીએ. એમાં ગોલ્ડન કે સિલ્વર વર્ક મોટાભાગે હોય છે. જ્યારે આ પ્રકારનાં આઉટફિટ પ્રસંગમાં પહેરો ત્યારે તેની સાથે મેચ થાય અથવા કોન્ટ્રાસ કલરમાં હોય એવી પોટલી બેગ કેરી કરવી જોઇએ. અત્યારે એમ્બ્રોઇડરી વર્કવાળી પોટલી બેગ પણ અવેલેબલ છે.
સાડી સાથે પોટલી બેગ
લગ્ન, એન્ગેજમેન્ટ, રિસેપ્શન જેવા પ્રસંગોમાં હેવી સાડીને પ્રિફર કરવામાં આવે છે. આવી સાડી સાથે ઓર્નામેન્ટ જેમ હેવી પહેરીએ છીએ એ રીતે પોટલી બેગ પણ એવી પ્રિફર કરવી જોઈએ. બ્રોકેડ મટીરિયલમાંથી બનાવેલી અને એમાં પણ હવે તો મસ્ત ઝૂમખાં લગાવેલી હોય એવી પોટલી બેગ કેરી કરવામાં આવે તો તમને કમ્પ્લેટ લુક મળશે.
ઇન્ડો વેસ્ટર્ન સાથે પોટલી બેગ
તહેવાર હોય કે પ્રસંગ હવે ઈન્ડો વેસ્ટર્ન પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં બ્રાઈટ કલરથી માંડી પેસ્ટલ કલર એમ વ્યક્તિ પોતપોતાની પસંદગી અનુસાર તેને પહેરવાનું પસંદ કરે છે. તમે પેસ્ટલ કલરનાં આઉટફિટ પહેરો છો તો તેની સાથે મેચિંગ થાય એવી પોટલી બેગ પ્રિફર કરી શકો અથવા આઉટફિટના કલર કરતાં કોન્ટ્રાસ્ટ કલરની પોટલી બેગની પસંદગી કરી શકો, જે તમારા એથનિક લુકને પૂર્ણ કરવામાં મદદ કરશે.
પહેલાં ગોલ્ડન અને સિલ્વર એમ ગણ્યાંગાંઠ્યાં કલરમાં જ પોટલી બેગ્સ ઉપલબ્ધ હતી. હવે તેના વધતા જતા ક્રેઝને કારણે ઓરેન્જ, ગ્રીન, રેડ, મરૂન, રાણી, પિંક, બોટલ ગ્રીન જેવા બ્રાઈટ કલર ઉપરાંત પેસ્ટલ કલરમાં અવેલેબલ છે. એમાં મિરર લગાવીને હેવી બનાવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter