ફેશનજગતમાં ઇન ટ્રેન્ડઃ મિડરિફ

Wednesday 28th March 2018 07:33 EDT
 
 

ફેશન જગતમાં છેલ્લાં થોડા સમયથી મિડરિફ વસ્ત્રોનું ચલણ વધ્યું છે. એનું સૌથી સામાન્ય ઉદાહરણ તો બ્લાઉઝ જ છે. આજકાલ બ્લાઉઝમાં પણ અવનવી ડિઝાઈન આવી છે અને સાડી પહેરવાની પણ નવીન રીતો માનુનીઓ અપનાવી રહી છે. જોકે સ્કર્ટ ધોતી હેરમ સાથે પણ યુવતીઓ મિડરિફ ટોપ પહેરતી થઈ છે. મિડરિફમાં યુવતીઓ મનમોહક લાગે છતાં તમારા શરીરને અનરૂપ મિડરિફ વસ્ત્રો અપનાવવા જોઈએ. આમ તો ૯૦ના દશકમાં આ ફેશન પૂરબહારમાં ખીલી હતી.

કોમ્બિનેશનની કમાલ

ડેનિમ કે સ્કર્ટ પર મિડરિફ ટોપ જામે છે. મેક્સી ઉપર કોલ્ડ શોલ્ડર-મિડરિફ ટોપ અત્યંત આકર્ષક લાગે છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી આ બધા બોટમ્સ પર કટિ ઢંકાઈ જાય એવા ટોપ પહેરવામાં આવતા હતા, પરંતુ ટોપને કારણે તમે કાંઈક નવું પહેર્યું હોય એવું લાગે. વળી તમારા સ્કટ્‌ર્સ, ડેનિમ્સ, મેક્સી ઈત્યાદિનો ઉપયોગ તમે માત્ર નવા ટોપ ખરીદીને કરી શકો.

બ્લાઉઝની બોલબોલા

હાઈવેસ્ટ પ્લાઝો ઉપર આકર્ષક બ્લાઉઝ પહેરો. તેના ઉપર ઋતુ પ્રમાણે જેકેટ અથવા શ્રગ પહેરી શકાય. જો કે મિડરિફ ડ્રેસ પહેરતી વખતે કલરની સૂઝબૂઝ હોવી આવશ્યક છે. જો તમને રંગોના કોમ્બિનેશનમાં સૂઝ ન પડતી હોય તો એક જ રંગના ટોપ અને બોટમ પહેરો. ભલે તે મેક્સી હોય કે સ્કર્ટ. હા, ડેનિમ કે જેગિંસ સાથે ટુંકુ ટોપ પહેરો ત્યારે કોન્ટ્રાસ કલર પસંદ કરો. તેમાં મેચિંગ કલર નહીં શોભે.

એક્સેસરી

આ પ્રકારના ડ્રેસ સાથે એક્સેસરીનો બને તેટલો ઓછો ઉપયોગ કરો. વધુ હેવિ ઘરેણાં ન પહેરો. જોકે હાથમાં ફેન્સી બ્રેસલેટ કે મોટી ઘડિયાળ પહેરી શકાય. ગળામાં ડેલિકેટ જ્વેલરી પહેરી શકાય અથવા કોલર મિડફિટ હોય તો એ પણ ટાળો. કોલ્ડ શોલ્ડર કે સ્લીવલેસ ટોપ પહેરો તો વાળ ઊંચા બાંધીને કાનમાં મોટી બુટ્ટી પહેરી શકાય. હાથમાં નાનું ક્લચ રાખો. અથવા મધ્યમ સાઈઝની બેગ ખભે ઝૂલાવો. પગમાં ડેનિમ સાથે ઊંચી એડીના સેંડલ પહેરી શકાય, પરંતુ ધોતી પેન્ટ સાથે ફ્‌લેટ્સ સારા લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter