બાર્બીફેનઃ ઢીંગલી પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા

Wednesday 17th April 2019 08:45 EDT
 
 

મોસ્કોઃ રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે. તાતિયાના પાસે ૧૫૨૦ બાર્બી ડોલ્સ છે. તે માત્ર બાર્બી ડોલ્સ પોતાની પાસે રાખે છે એવું પણ નથી. તેના જેવા દેખાવા માટે તેણે જંગી નાણાં ખર્ચીને સર્જરી પણ કરાવી છે.
પોતાના પાંચ પતિથી છૂટાછેડા લઇ ચૂકેલી ૩૨ વર્ષીય તાતિયાનાનો કોઇ મિત્ર નથી અને હવે તેને કોઇ ફ્રેન્ડ બનાવવાની ઇચ્છા પણ નથી. તે આ ઢીંગલીઓને જ પોતાના સાથીદાર માને છે. તે હંમેશા પિન્ક કલરનાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. જોકે તેનો પાંચમો પતિ હજુ પણ તેનો મિત્ર છે. તે ગીતો રેકોર્ડ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter