નેપાળમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો અમિતાભ મઠ દુનિયાના એક માત્ર મહિલા મઠ તરીકે આગવી નામના ધરાવે છે. પિતૃસત્તાત્મક બૌદ્ધ મઠોની દુનિયામાં તેનું અલગ સ્થાન છે. એક સમયે આ મઠમાં લોકો મુકત રીતે આવનજાવન કરી શકતા પરંતુ પાંચ વર્ષ પહેલા કોરોના મહામારી આવતા બંધ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેના દરવાજા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકાયા છે. અહીંના મહિલા ભિક્ષુકો માર્શલ આર્ટ કુંગ ફૂથી લઇને તલવારબાજીના કૌશલ્ય માટે જાણીતાં છે. એક હજાર વર્ષ પુરાણા દ્રુકપા વંશની આ મહિલા ભિક્ષુકોનો દરજ્જો પુરુષ સાધુઓ સમકક્ષ હોય છે. મઠ સાથે સંકળાયેલા ભિક્ષુકોમાં 6 વર્ષની બાળાથી લઇને 54 વર્ષનાં મહિલાનો સમાવેશ થાય છે. દ્રુકપા વંશની આ મહિલા ભિક્ષુકોને એક સમયે કોઈ પણ પ્રકારની માર્શલ આર્ટ શીખવાની પરવાનગી નહોતી. જોકે વરિષ્ઠ બૌદ્ધ સાધુ ગ્વાલવાંગ દ્રુકપાએ મહિલાઓના સારા આરોગ્ય સુધાર અને આધ્યાત્મિક સુખાકારી માટે કુંગ ફૂ શિખવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તેના પછી તેઓને આ આત્મરક્ષાની તાલીમ આપવાનો પ્રારંભ થયો. તિર્બેટી બૌદ્ધ પરંપરામાં સાધુ ગ્યાલવાંગ દ્રુકપા સાધુનો દરજ્જો દલાઈ લામા પછી ગણાય છે.