બ્યૂટિ ટિપ્સઃ મેકઅપ કરવો આર્ટ છે, તો તેને રિમૂવ કરવા જાણકારી જરૂરી છે

Saturday 01st July 2023 06:17 EDT
 
 

મેકઅપ કરતી વખતે જે બાબતની કાળજી લેવામાં આવે છે એટલું જ ધ્યાન મેકઅપ રિમૂવ કરતી વખતે રાખવું જરૂરી છે. નહીંતર સ્કિનને નુકસાન થઇ શકે છે. મેકઅપ કરનાર મોટા ભાગની યુવતીઓ ચહેરો ધોઇને ત્વચા ચોખ્ખી કરતી હોય છે. શું તમે પણ એવું જ કરો છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો તમારે આ વાંચવું જ રહ્યું. મેકઅપને દૂર કરવાની આ રીત ખોટી છે. પહેલાં ચહેરા પરથી મેકઅપ રિમૂવ કરવો જોઇએ અને પછી ચહેરો ફેસવોશથી ધોઇ તેને મોઇશ્ચરાઇઝ કરવો જોઇએ. લાઇટ, હેવી, ઓઇલી સ્કિન પર મેકઅપ રિમૂવ કરવા અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિનને કોઇ નુકસાન થતું નથી. ક્યા પ્રકારના મેકઅપને કઇ રીતે દૂર કરવો જોઇએ તે જાણવા માટે વાંચો આગળ...
• લાઇટ મેકઅપઃ લંચ કે ડિનર પર જવા અથવા ડેટ પર જઇએ ત્યારે આપણે હંમેશાં લાઇટ મેકઅપ કરીએ છીએ. લાઇટ મેકઅપને દૂર કરવા મિસેલર વોટરનો ઉપયોગ કરવો જોઇએ. મિસેલર વોટર ત્વચાને ટોન કરે છે. એનાથી તમારા પોર્સ સાફ થઇ જાય છે અને ચહેરા પરનો મેકઅપ, ગંદકી અને ઓઇલ પણ સાફ થઇ જાય છે.
• હેવી મેકઅપઃ જેમની સ્કિન નોર્મલથી લઇને ડ્રાય હોય તેમણે મેકઅપ દૂર કરવા માટે ક્લીન્ઝિંગ ઓઇલનો ઉપયોગ કરવો જોઇએ. આ ઓઇલ હેવી મેકઅપને દૂર કરે છે. ઉપરાંત ત્વચાની ભીનાશને સીલ કરીને તેને શુષ્ક બનાવતી અટકાવે છે. તેથી સ્કિનને ડ્રાય થતી અટકાવવા માટે મેકઅપ દૂર કરવા ક્લીન્ઝિંગ ઓઇલ વાપરવું જોઇએ. કોકોનટ ઓઇલ કે આલ્મન્ડ ઓઇલનો ઉપયોગ કરીને પણ મેકઅપ દૂર કરી શકાય છે. તમારી સ્કિન ઓઇલી હોય તો તેલ તમારાં રોમછિદ્રોને બંધ કરી શકે છે એનાથી બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થઇ શકે છે. • ઓઇલી સ્કિનઃ ઓઇલી સ્કિન પરથી મેકઅપ દૂર કરતી વખતે ઘણીબધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓઇલી ચહેરા પર મેકઅપ દૂર કરવા વાઇપ્સનો ઉપયોગ કરવો જોઇએ. ચહેરા પર કંઇ જ લગાવવાની જરૂર નથી. ભીના વાઇપ્સની મદદથી ચહેરાને હળવા હાથે સાફ કરો. ઓઇલી સ્કિન પર મેકઅપ રિમૂવ કરવા કોઇ ઓઇલનો ઉપયોગ કરશો તો સ્કિન વધુ ઓઇલી બનશે અને ચહેરા પર ખીલ થવાની શક્યતા વધી જશે.
• સેન્સિટિવ સ્કિનઃ ચહેરાને ઇરિટેટ કર્યા વગર સાફ કરે એવા મેકઅપ રિમૂવરનો ઉપયોગ સેન્સિટિવ સ્કિન પર કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter