બ્યૂટિ ટિપ્સઃ મેકઅપને બનાવશે બેસ્ટ મેકઅપ ટૂલ્સ

Sunday 25th December 2022 08:49 EST
 
 

લિપસ્ટિક, આઈલાઇનર, આઇ શેડો જેવી મેકઅપ પ્રોડક્ટ્સ વેનિટી બોક્સમાં હોય છે, પરંતુ પરફેક્ટ લુક માટે જરૂરી મેકઅપ ટુલ્સ તમારી પાસે રાખો છો? કયા બ્યુટી ટૂલ્સ વેનિટી બોક્સમાં હોવા જોઇએ? એ અંગે જાણીએ.
• બ્રો કોમ્બઃ જે રીતે વાળને સેટ કરવા માટે આપણે વિવિધ પ્રકારના કોમ્બનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આઇબ્રોઝને સેટ કરવા માટે બ્રો કોમ્બ પણ આપણી પાસે રાખવો જોઇએ. એનાથી તમે આઇબ્રોને સરળતાથી સેટ કરી શકો છો.
• આઇલેશ કર્લરઃ આઇ મેકઅપને ઇફેક્ટિવ લુક આપવા માટે તમારી પાસે આઇલેશ કર્લર પણ હોવો જોઇએ. એના ઉપયોગથી આઇલેશિઝ ઘટ્ટ અને આંખો મોટી દેખાય છે. જેમની આંખ નાની છે એમના માટે આ ટુલ્સ બહુ ફાયદાકારક સાબિત થશે.
• ફાઉન્ડેશન બ્રશઃ ઘણી યુવતીઓ આંગળીનાં ટેરવાંથી ફેસ ઉપર ફાઉન્ડેશન સ્પ્રેડ કર્યાં બાદ ફાઉન્ડેશન બ્રશનો ઉપયોગ કરતી નથી. એનાથી ઘણી વખત ફાઉન્ડેશન એકસમાન રીતે સ્પ્રેડ થતું નથી.
• બ્યૂટિ સ્પંજઃ મેકઅપ રિમૂવ કરવા માટે ટીયરશેપ સ્પંજનો ઉપયોગ કરો. યુવતીઓ મેકઅપ ઉતારવા માટે કપડાંનો ઉપયોગ કરતી હોય છે. એનાથી સ્કિન ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. સ્કિનને ડેમેજ થતી અટકાવવા માટે બ્યુટી સ્પંજ રાખો અથવા કોટન બોલ્સથી મેકઅપ ઉતારો.
• આઇશેડો બ્રશઃ આઈલાઇનરની જેમ આઈ શેડોમાં બ્રશ આવતું નથી. બહુ ઓછા આઇ શેડોમાં બ્રશ ઇન-બિલ્ટ હોય છે. ઘણી વખત ઇન-બિલ્ટ બ્રશ એટલું સ્મૂધ હોતું નથી. આવી સ્થિતિમાં આઇશેડો લગાવવા માટે ઘણી યુવતીઓ આંગળીનો ઉપયોગ કરતી હોય છે. આવું કરવાનું ટાળો. બજારમાં આઇ શેડો બ્રશ ઉપલબ્ધ છે, તેને વેનિટી બોક્સમાં રાખો.
• બ્લશઓન બ્રશઃ બ્લશરથી ચીકને હાઇલાઇટ કરવા માટે બ્રશનો ઉપયોગ કરો. એનાથી તમે મેકઅપને યોગ્ય કટ આપી શકો. તેથી વેનિટીમાં એક-બે બ્લશ ઓન રાખશો તો કામ ચાલી જશે.
• લિપસ્ટિક બ્રશઃ સ્ટિક લિપસ્ટિક તો તમે સીધી હોઠ ઉપર ટ્રાય કરી શકો છો, પરંતુ લિક્વિડ લિપસ્ટિક યૂઝ કરો ત્યારે તેને એપ્લાય કરવા લિપસ્ટિક બ્રશ જરૂર રાખો. તમારી પાસે વધારે નહીં તો એક-બે લિપસ્ટિક બ્રશ તો હોવાં જ જોઇએ.
• બ્લેન્ડિંગ બ્રશઃ બે શેડ્સને બ્લેન્ડ કરવા માટે બ્લેન્ડિંગ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. આઇશેડો, લિપસ્ટિક અને બ્લશ ઓન બ્રશની સાથે એક બ્લેન્ડિંગ બ્રશ પણ અવશ્ય રાખો.
• ટ્વીઝરઃ આઇબ્રોઝને શેપ આપવા માટે અથવા આઇબ્રોના બિનજરૂરી વાળને ખેંચીને કાઢવા માટે તમે ટ્વીઝરનો ઉપયોગ કરી શકો છો. તમને પાર્લર જવાનો સમય ન મળે ત્યારે તમે ઘરેબેઠાં આઇબ્રોને યોગ્ય શેપ આપી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter