બ્યૂટી મંત્રઃ શું તમારી સ્કીન નિસ્તેજ થઇ ગઇ છે?

Sunday 17th April 2022 12:16 EDT
 
 

આજે સહુ કોઇની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે. આમાં પણ જોબ કરતી બહેનોએ ઘડિયાળના કાંટે કામ કરવું પડે છે. આમાં તેઓ ત્વચાની પૂરતી સંભાળ લઇ શકતી નથી અને ત્વચા નિસ્તેજ થઇ જાય છે. જોકે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્વારા ત્વચામાં ગ્લો લાવી શકો છો. પણ કઇ રીતે? વાંચો આગળ...
ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે લીંબુ અને મધનું મિશ્રણ ઉત્તમ માનવામાં આવે છે. એક ચમચી મધમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. પછી ચહેરો સાદા પાણીથી ધોઇ લો. ત્વચા પર કોઇ પણ તેલથી માલિશ કરવાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને ચહેરા પર ચમક આવી જાય છે. જો ગરમીના દિવસો હોય તો અઠવાડિયામાં એક વખત ત્વચા પર તેલથી માલિશ કરવું જોઇએ. જો તમારી ત્વચા ડ્રાય હોય તો અઠવાડિયામાં બે વખત તેલથી માલિશ કરી શકો. અઠવાડિયામાં એક વખત ચહેરા પર બેસનનો પેક લગાવો. પેક બનાવવા માટે બે ચમચી બેસનમાં ચપટી હળદર, ચમચી લીંબુનો રસ અને જરૂર પડે પાણી કે કાચું દૂધ મિક્સ કરી પેક તૈયાર કરો. આ પેકને 20થી 25 મિનિટ ચહેરા પર લગાવી રાખો. પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપરાંત અત્યારે ગરમીમાં 10-12 ગ્લાસ પાણી પીવાથી પણ ચહેરા પર ગ્લો જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter