માત્ર પાંચ પ્રોડક્ટથી વેકેશન ગ્લો મેળવો

Tuesday 09th June 2026 08:11 EDT
 
 

જો તમે વેકેશનનું આયોજન કરી રહ્યા છો અને સ્કિનમાં નેચરલ ગ્લો ઇચ્છો છો, તો હવે તેના માટે નવી સ્કિનકેર હેક્સ સામે આવી છે. સિંગર વિક્ટોરિયા મોનેટ, મેકઅપ આર્ટિસ્ટ સર જોન અને પૂર્વ મિસ વર્લ્ડ લિસા હન્ના જેવા નિષ્ણાતોએ કહ્યું કે આખા શરીરને ચમકાવવાની જરૂર નથી. તેમના મતે, હવે ધ્યાન સ્માર્ટ ગ્લો પર છે. તમારી ત્વચાને તૈયાર કરો અને જરૂર પડે ત્યાં થોડી ગ્લો ઉમેરો. કોલરબોન, ખભા અને હાથ જેવા ભાગમાં થોડું ગ્લો ઓઇલ અથવા બામ લગાવવાથી કુદરતી ચમક મળી શકે છે. આ હિસ્સો ફોટામાં પણ અલગ દેખાય છે. ટોચના નિષ્ણાતોના મતે, સ્માર્ટ ગ્લો માટે આ સરળ ટિપ્સ જાણો.

મેકઅપ વગર પણ SPF મિસ્ટથી
ફ્રેશ લૂક મેળવો
એસપીએફ મિસ્ટને પહેલા ફક્ત સનસ્ક્રીન માનવામાં આવતું હતું. પરંતુ હવે લોકો તેનો ઉપયોગ ઈન્સ્ટન્ટ ગ્લો માટે કરી રહ્યા છે. તે હળવું છે, ઝડપથી લાગી જાય છે અને ત્વચાને ચમક આપે છે. આ ખાસ કરીને એવા લોકો માટે અનુકૂળ છે જેઓ મેકઅપ નથી કરતા પણ ફ્રેશ અને ચમકતી ત્વચા ઇચ્છે છે.
મહિનામાં બે વાર સ્ક્રબ કરો...
રોજ મોઇશ્ચરાઇઝ કરો
જો કોઈની સ્કિન ડલ હોય, તો ઉપરથી લગાવેલી કોઇપણ પ્રોડક્ટ ટકશે નહીં. તેથી મહિનામાં 1-2 વાર તમારા ચહેરા પર સ્ક્રબ કરવું અથવા એક્સફોલિયન્ટ (જેમ કે ગ્લાયકોલિક એસિડ) લગાવવું જરૂરી છે. દરરોજ મોઇશ્ચરાઇઝિંગ પણ એટલું જ જરૂરી છે, કારણ કે હાઈડ્રેટેડ સ્કિન જ વધારે ગ્લો આપે છે.
ફક્ત ચહેરા પર ધ્યાન નહીં,
સંપૂર્ણ સ્કિન જ મેકઅપ ઝોન
જો ચહેરો, ડોક અને હાથ અલગ અલગ રંગના દેખાય છે, તેનાથી સંપૂર્ણ લૂક ખરાબ લાગે છે. પરિણામે થોડું ફાઉન્ડેશન અથવા ગ્લો સીરમ ભેળવીને સંપૂર્ણ એક્પોઝ્ડ હિસ્સામાં લગાવવું જોઈએ જેથી ટોન એક જેવો લાગે. હાથ, પગ અને ખભા પણ મેકઅપ ઝોન બની ગયા છે. આ ખાસ કરીને સ્લીવલેસ કપડાં, પાર્ટી અથવા વેકેશન લુકમાં વધુ દેખાય છે.
કઈ પ્રોડક્ટ ખરીદવી? અને ક્યારે ઉપયોગ કરવો?
1) ગ્લો ઓઈલઃ ખભા અને હાથ જેવા પ્રકાશના સંપર્કમાં આવતા ભાગ માટે આ સૌથી સરળ છે. તેને હળવા હાથે લગાવો. ફ્રેશ ગ્લો મેળવવા માટે બહાર જતા પહેલા તેને લગાવવું શ્રેષ્ઠ છે. જેથી વધુ ગ્લો દેખાય.
2) હાઇલાઇટરઃ આ થોડું વધુ ગ્લો આપે છે. તેને તમારી આંગળીના ટેરવા વડે તમારા કોલરબોન્સ, ખભા અથવા ગાલના ઉપરના ભાગે હળવા હાથે લગાવો. તે ખાસ પ્રસંગે કે ઇવનિંગ આઉટફિટની સાથે તે નિખરે છે.
૩) બોડી મિસ્ટઃ તમારા હાથ, પગ અને ગરદન પર સ્પ્રે કરો. પરિણામે તે સ્કિનને રક્ષણ આપે છે. આ સિવાય જો તમે લાંબા સમય સુધી તડકામાં સમય વિતાવી રહ્યા છો, તો દર3-4 કલાકે ફરીથી લગાવો.
4) બોડી સ્ક્રબઃ અઠવાડિયામાં એક કે બે વાર બોડી સ્ક્રબ અથવા એક્સફોલિયેટરનો ઉપયોગ કરો. સ્નાન કરતી વખતે તેને હળવા હાથે લગાવો જેથી ડેડ સ્કિન દૂર થાય અને તમારી ત્વચા તાજગી પામે. આ સંપૂર્ણ ગ્લો માટે બેઝ તૈયાર કરે છે.
5) મોઈશ્ચરાઈઝરઃ મોઈશ્ચરાઈઝર સ્કિનકેરનો એક મૂળભૂત ભાગ છે. સ્નાન કર્યા પછી તેને આખા શરીર પર લગાવો જેથી તમારી ત્વચા હાઈડ્રેટ રહે. સ્કિન પર લગાવવામાં આવેલ કોઇપણ ગ્લો નેચરલ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter