માનુનીઓની પહેલી પસંદ બની છે સ્ટાલિશ હોબો બેગ

Wednesday 28th July 2021 09:45 EDT
 
 

હોબો બેગ માનુનીઓ માટેના પર્સની એક સ્ટાઇલ છે, જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનું મટીરિયલ મોટા ભાગે સોફ્ટ હોય છે અને એમાં લાંબો પટ્ટો હોય છે જેથી તેને એક ખભા પર સરળતાથી પહેરી શકાય છે. આ બેગનું મટીરિયલ સોફ્ટ અને ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં પણ સહેલાઇથી મૂકી શકાય છે.
હોબો બેગમાં અનેક સાઇઝ અને સ્ટાઇલ ઉપલબ્ધ છે જેના કારણે એ ફેશનપરસ્ત યુવતીઓની ફેવરિટ બેગ બની ગઇ છે. આ સ્ટાઇલની બેગ ૨૦૦૦ની શરૂઆતમાં બહુ લોકપ્રિય બની હતી. જોકે સમયાંતરે તેનો ટ્રેન્ડ ઓછો થઇ ગયો હતો. જોકે હવે આ પ્રકારની બેગ ફરી ટ્રેન્ડમાં આવી રહી છે. આ સ્ટાઇલનું પર્સ પ્રમાણમાં મોટું હોવાથી એમાં યુવતીઓની જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ સરળતાથી સમાઇ જાય છે.
સાઇઝઃ મહિલાઓ પોતાની જરૂરત પ્રમાણે હોબો બેગ પસંદ કરે છે. જેમ કે, મોટા કદની હોબો બેગ વર્કિંગ વુમનમાં બહુ લોકપ્રિય છે. આ બેગની સાઇઝ પ્રમાણમાં મોટી હોવાથી એમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ અને ફાઇલ રાખી શકાય છે. જો ઉતાવળમાં બહારગામ જવાનું થાય તો આવી બેગમાં એક જોડી કપડાં પણ સરળતાથી રાખી શકાય છે.
તો વળી, હોબો બેગમાં નાની સાઇઝનો ઓપ્શન પણ છે. નાની સાઇઝની હોબો બેગ બહુ ઓછી જગ્યા રોકે છે અને એને લઇને ફરવાનું પણ કમ્ફર્ટેબલ છે. જો સાથે બહુ સામાન ન રાખવાનો હોય તો નાની સાઇઝની હોબો બેગ બેસ્ટ ચોઇસ છે.
હોબો બેગમાં ત્રીજો ઓપ્શન પણ છે. જે યુવતીઓ પરંપરાગત પર્સ કે બેગથી કંટાળી ગઇ હોય તેમના માટે ગોળાકાર હોબો બેગ સારો વિકલ્પ છે. આ સ્ટાઇલની બેગનો શેપ જ ગોળ હોવાના કારણે કંઇક અલગ સ્ટાઇલનું પર્સ વાપરવાની લાગણી થશે.
આ ત્રણેય સાઇઝ સિવાયનો વિકલ્પ છે પાઉચ સ્ટાઇલ હોબો બેગનો. પાઉચ સ્ટાઇલની હોબો બેગ પ્રમાણમાં થોડી નાની હોય છે. એને પ્રસંગોપાત કે થોડા સમય માટે બહાર જવું હોય તો વાપરી શકાય છે. હવે આપણે વાત કરીએ હોબો બેગના કલરની.
 કલર: રંગબેરંગી હોબો બેગ સ્ટાઇલિશ યુવતીઓ અથવા તો કોલેજિયન્સમાં લોકપ્રિય છે. આવી કલરફુલ હોબો બેગ પર્સનાલિટીને એક ખાસ સ્પાર્ક આપે છે. આવી રંગબેરંગી હોબો બેગને તને આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરીને એનો ઉપયોગ કરી શકો છો.
મટિરિયલઃ જેટલા પ્રકારના મટિરિયલમાં વિવિધ પર્સ - શોલ્ડર બેગ ઉપલબ્ધ હોય છે, તે તમામ પ્રકારના મટિરિયલની હોબો બેગ મળી રહેતી હોય છે. જોકે આ બધામાં અલગ પડે છે. લેધરની હોબો બેગ. લેધરની હોબો બેગ કોર્પોરેટ અને ક્લાસી લુક આપે છે. આવી બેગ થોડી મોંઘી હોય છે પણ એ અત્યંત મજબૂત અને ટકાઉ હોય છે. આવી લેધરની હોબો બેગ કોઇ કોન્ફરન્સમાં કે પછી બિઝનેસ મીટિંગમાં કોર્પોરેટ લૂક આપે છે. માટે હોબો બેગની પસંદગી વખતે તેના મટિરિયલ પર ખાસ ધ્યાન આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter