માનુનીઓની ફેવરિટ ફેધર જ્વેલરી

Monday 11th January 2021 06:59 EST
 
 

હાલમાં ટ્રેડિશનલથી લઇને વેસ્ટર્ન આઉટફિટ પર ફેધર જ્લેલરી ટ્રેન્ડમાં છે. નેકલેસ, ઈયરિંગ, બ્રેસલેટ, પાયલ, વીંટી, બાજુબંધ બધામાં ફેધર જ્વેલરી ડિઝાઈન માનુનીઓ પસંદ કરે છે. એક્સેસરીઝ જેમકે કમર પર પહેરવાના બેલ્ટમાં પણ ફેધર જ્વેલરી ઈનટ્રેન્ડ છે. આજકાલ માર્કેટમાં ફેધર જ્વેલરીમાં અનેક પ્રકારની ડિઝાઈન ખૂબ જ સરળતાથી મળી પણ રહે છે. જ્વેલરી માર્કેટમાં દિવસ જાય એમ અનેક પ્રકારની વેરાયટી નવી આવતી હોય છે. જોકે દરેક જ્વેલરીને તમે દરેક પ્રકારના આઉટફિટ પર પહેરી શકતા નથી. અમુક જ્વેલરી તમે ટ્રેડિશનલ ડ્રેસ પર જ પહેરી શકો અથવા તો વેસ્ટર્ન આઉટફિટ પર. બહુ ઓછી જ્વેલરી હોય છે જે તમે બન્ને ડ્રેસ પર પહેરી શકો છો. ફેધર જ્વેલરી કોઇ પણ પ્રકારના આઉટફિટ પર પહેરી શકો છો.

ફેધર એટલે પીંછા. આ જ્વેલરી પહેરવામાં ખૂબ જ હળવી હોય છે, પણ હેવી લુક પણ આપી શકે છે. આ જ્વેલરી તમને ક્યાંય પણ બધા કરતાં અલગ જરૂર પાડે છે. જરૂરી એ છે કે તમે આ જ્વેલરીની યોગ્ય રીતે પસંદગી કરો. ફેધર જ્વેલરીને તમે ફ્યુઝન જ્વેલરી પણ કહી શકો છો.

  • ફેધર જ્વેલરી બે રીતે બને છે એક તો આખેઆખું પીંછું જ જ્વેલરીમાં વપરાય છે અથવા પીંછું કટ કરી કરીને તેમાંથી જ્વેલરી બને છે.
  • ઘણી જ્વેલરીમાં પીંછાના ઓરિજિનલ રંગને જ રાખવામાં આવે છે તો ઘણી જ્વેલરીમાં પીંછાને આર્ટિફિશિયલ રંગ કરીને પીંછા પર પણ પ્રોસેસ કરીને પછી તેનો જ્વેલરીમાં ઉપયોગ થાય છે.
  • મોરપીંછ એક એવાં છે કે તે જેવા છે તેવો જ તેનો સીધે સીધો ઉપયોગ થાય છે. મોરપીંછથી બનેલા કમરપટ્ટો - બેલ્ટ, નેકલેસ, બ્રેસલેટ, એરિંગ ખૂબ જ સુંદર લાગે છે.
  • ફેધરમાંથી મલ્ટિપલ જ્વેલરી બનાવવાનો પણ ટ્રેન્ડ છે. મલ્ટિપલ જ્વેલરી એવી રીતે બને છે કે એક જ જ્વેલરીનો બ્રેસલેટ, માંગટીકા, નેકલેસ, એરિંગ તરીકે ઉપયોગ કરી શકાય.
  • પંચધાતુ, કોપર, સ્ટીલ સાથેના કોમ્બિનેશન સાથે ફેધર જ્વેલરી બને છે અને તે અલગ લુક આપે છે.
  • ડાયમન્ડ, મોતી, સ્ટોન્સ સાથેના કોમ્બિનેશન ધરાવતી ફેધર જ્વેલરી પણ માનુનીઓને ખૂબ જ પસંદ આવે છે.
  • ફેધર જ્વેલરીમાં એન્ટિક લુક જોઈતો હોય તો ઓક્સોડાઈઝ અને ફેધરનું કોમ્બિનેશન પણ કરી શકાય.
  • પામ બ્રેસલેટ બધી જ એજના લોકો પહેરી શકે છે. યંગસ્ટરથી લઈને મિડલ-એજ સુધીના લોકો પામ બ્રેસલેટ પહેરીને પોતાનો શોખ પૂરો કરી શકે છે. પામ બ્રેસલેટ ફ્રી સાઇઝનાં હોય છે, જેને તમે તમારી હથેળીના હિસાબે એડ્જસ્ટ કરી શકો છો.
  • ફેધર જ્વેલરી લુકગાઉન, વનપીસ, સ્કર્ટ, પ્લાઝો પર જચે છે એટલી જ સાડી, કુર્તી જેવા ટ્રેડિશનલ ડ્રેસિસ પર પણ જચે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter