નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો. જોકે મારિયા મચાડો આ પ્રસંગે હાજરી આપવા પહોંચી ન શકતાં તેમનાં વતી 28 વર્ષીય પુત્રી એના કોરિના સોસા મચાડોએ આ સન્માન સ્વીકાર્યું હતું. એનાએ માતા વતી ગોલ્ડ મેડલ, ડિપ્લોમા અને આશરે 1.2 મિલિયન ડોલરના પુરસ્કારનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મચાડો વેનેઝુએલામાં લોકશાહી સમર્થક નેતા છે. તેમને જીવનું જોખમ હોવાથી તેઓ છેલ્લા 11 મહિનાથી જાહેરમાં આવવાનું ટાળી રહ્યાં છે. તેઓ છેલ્લે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રદર્શનોમાં દેખાયા હતા.


