મિસ યુનિવર્સનો તાજ અમેરિકાની ગેબ્રિએલના શિરે

Wednesday 18th January 2023 05:13 EST
 
 

અમેરિકાની બોને ગેબ્રિએલ મિસ યુનિવર્સ બની છે. આ સિવાય વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ ન્યૂમેન અને ડોમિનિક રિપબ્લિકની એન્ડ્રીના માર્ટિનેઝ ટોપ-થ્રીમાં પહોંચી હતી. ટોપ-16માં સ્થાન મેળવનાર ભારતની દિવિતા રાય ટોપ-5માં પણ પહોંચી શકી નહોતી. દિવિતા રાયે કોસ્ચ્યુમ રાઉન્ડમાં સોન ચિરૈયા બની બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતની પૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ પરંપરા મુજબ અમેરિકાની બોને ગેબ્રિએલને રૂ. 49 કરોડનો મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. આ સમયે હરનાઝ સંધુ મિસ યુનિવર્સ તરીકે સ્ટેજ પર તેની અંતિમ વોક કરતાં ભાવુક થઈ ગઈ હતી. હરનાઝ સંધુએ તેની આ અંતિમ વોકમાં પહેરેલા ડ્રેસમાં પૂર્વ મિસ યુનિવર્સિ સુસ્મિતા સેન અને લારા દત્તાને ટ્રીબ્યુટ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter