મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરામાં ભણેલી નિકીતા પોરવાલ

Friday 10th April 2026 10:02 EDT
 
 

નવી દિલ્હી: સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી નિકીતા પોરવાર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા 9 ઓગસ્ટથી શરૂ થશે અને 5 સપ્ટેમ્બરના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ જુલિયા મોર્લેએ વિયેતનામમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વખતની ઈવેન્ટ પહેલા કરતાં વધુ ભવ્ય હશે.
ઉજ્જૈનની વતની અને ‘ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ’ની વિજેતા નિકીતા પોરવાલ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નિકીતાએ આ તક બદલ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. મિસ વર્લ્ડના ઈતિહાસમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તેથી નિકીતા પાસેથી દેશને મોટી આશા છે. આ સ્પર્ધા વિયેતનામના જુદા જુદા શહેરોમાં યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter