મેનોપોઝ મેટાબોલિઝમ બગાડે છેઃ 40થી પહેલા મેનોપોઝ તો હૃદયની બીમારીનું જોખમ 40 ટકા વધુ

(વુમન હેલ્થ)

Saturday 05th September 2026 10:16 EDT
 
 

શું તમે જાણો છો કે, વહેલા માસિકસ્રાવ બંધ થવો એ માત્ર હોર્મોનલ ફેરફાર નથી, તે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી પરિબળ પણ હોઈ શકે છે? ‘JAMA (જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન) કાર્ડિયોલોજી’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, 40 વર્ષની ઉંમર પહેલાં મેનોપોઝનો અનુભવ કરતી મહિલાઓમાં હૃદયરોગના હુમલાનું જોખમ 40 ટકા વધારે હોય છે, પછી ભલે તે જીવલેણ હોય કે ન હોય.
શરીરમાં થતા ફેરફારો જોખમ વધારે છે
અભ્યાસના સંશોધક ડો. પ્રિયા ફ્રેનીના મતે, મેનોપોઝ પછી મેટાબોલિઝમ બગડે છે અને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર વધે છે. પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. એસ્ટ્રોજનનો અભાવ આ ફેરફારોને વધુ વેગ આપે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે.

30 પછી તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો
અઠવાડિયામાં 150 મિનિટ અથવા દિવસમાં 20થી 25 મિનિટ કસરત કરો. દિવસમાં બે વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. બીપી, કોલેસ્ટ્રોલ અને સુગર જેવા માપદંડો પર નજર રાખો. 30 વર્ષની ઉંમરથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું જરૂરી છે. હૃદય રોગ ધીમે-ધીમે વિકસે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter