યુએસ આર્મીમાં પ્રથમ ભારતવંશી સેકન્ડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ

Sunday 21st June 2020 08:53 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતવંશી સેકન્ડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ અમેરિકન મિલિટ્રી એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલી શીખ બની છે. ગ્રેજ્યુએશન બાદ હવે અનમોલને ઓક્લોહામાના પોર્ટસીલમાં બેઝિક લીડરશિપ કોર્સ પૂરો કરવો પડશે. આ પછી તે અમેરિકન એરફોર્સમાં જોડાશે. જાન્યુઆરી ૨૦૨૧માં જાપાનનાં ઓરિનાવમાં અનમોલનું પહેલું પોસ્ટિંગ થશે, જ્યાં અમેરિકાનું એરબેઝ છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ અનમોલ નારંગ ખૂબ ઉત્સાહિત છે. અનમોલ વેસ્ટ પોઇન્ટ મિલિટ્રી એકેડેમીમાંથી ન્યૂક્લિયર એન્જિનિયરીંગમાં ચાર વર્ષની ડિગ્રી પૂરી કર્યા બાદ હવે એર ડિફેન્સ સિસ્ટમ ફિલ્ડમાં કામ કરવા ઇચ્છે છે. પોતાનું સપનું પૂરું થવાથી ખુશખુશાલ અનમોલ કહે છે કે મારી આ સિદ્ધિથી જ્યોર્જિયાનાં શીખ સમુદાયનું તો મનોબળ મજબૂત બનશે જ સાથે સાથે અન્ય અમેરિકન શીખોને પણ આ ફિલ્ડમાં કેરિઅર બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter