બ્રિટનની 60 વર્ષની એક મહિલાની અનોખી સ્ટોરી સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહી છે. ટેસ ક્રિશ્ચિયન નામની આ મહિલાએ દાવો કર્યો છે કે તેણે પોતાના ચહેરા અને ત્વચા પર કરચલીઓ ન પડે તે માટે છેલ્લાં 43 વર્ષથી હસવાનું છોડી દીધું છે. આ મહિલાનું માનવું હતું કે વારંવાર ચહેરાના હાવભાવ બદલવાથી ત્વચા પર કરચલીઓ વહેલી પડે છે આથી તેણે આ નિર્ણય કર્યો હતો, અને ચાર દસકા પછી પણ તેનો અમલ ચાલુ છે. ક્રિશ્ચિયનનો દાવો છે કે તેણે પોતાના ચહેરાના સ્નાયુઓને એવી રીતે ટ્રેન કર્યા છે કે તે હસવાનું ટાળી શકે. લોકો ઘણીવાર તેના ચહેરાની ગ્લોઇંગ ત્વચા જોઇને પૂછે છે કે શું તેણે બોટોક્સ કરાવ્યું છે? પરંતુ તે આ વાત નકારતા કહે છે કે તેની યુવાન ત્વચાનું રહસ્ય માત્ર હસવાનું છોડી દેવું જ છે. તેના મતે તે ચહેરા પર સ્મિત લાવ્યા વગર પણ અંદરથી ખુશ રહી શકે છે.


