સ્કિનને ટાઇટ રાખવા માટે આપણે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોઈએ છીએ. એમાં અમુક ઉંમર પછી એન્ટિ એજિંગ ટ્રીમેન્ટ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે મહિલાઓ પોતાની સ્કિન માટે જાગૃત થઇ છે. એન્ટિ એજિંગમાં વિવિધ પ્રકારનાં ફેસિયલ અને માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં રબર માસ્ક અસરકારક છે.
રબર માસ્ક જેને મોલ્ડિંગ માસ્ક અથવા અલ્જિનેટ માસ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ માસ્ક દ્વારા સ્કિનની કેર કરવામાં આવે છે. જેનો ઉપયોગ ઘણીવાર સ્પા અને વ્યાવસાયિક ફેસિયલમાં થાય છે. તે પાઉડર અથવા જેલ તરીકે જોવા મળે છે અને પાણી અથવા એક્ટિવેટર સાથે ભેળવીને જાડી પેસ્ટ બનાવવામાં આવે છે, જે સ્કિન પર લગાડવામાં આવે છે. થોડીવાર પછી આ મિશ્રણ એક ફ્લેક્સિબલ રબર જેવા માસ્કમાં ઘન બને છે જેને એક જ ભાગમાં ખોલી શકાય છે. રબર માસ્ક કેવી રીતે કાર્ય કરે છે? તે સ્કિનને ટાઈટ કરવામાં કેવી રીતે મદદ કરે છે? અને તેના મુખ્ય ફાયદાઓ કયા કયા છે એ અંગે જાણીએ.
રબર માસ્ક ઓક્લુઝિવ અવરોધ બનાવે છે. એકવાર લાગુ કર્યા પછી આ માસ્ક સ્કિન પર સીલ બનાવે છે. આ અવરોધ સક્રિય ઘટકોને બાષ્પીભવન થતાં અટકાવે છે તથા સ્કિનના ઊંડાણમાં ઊતરવાનો પ્રયત્ન કરે છે.
પોષક તત્વો ત્વચામાં ઉતારે
રબર માસ્ક સામાન્ય રીતે પૌષ્ટિક ઘટકોથી સમુદ્ધ હોય છે. જેમ કે, એમાં હાઈલ્યુરોનિક એસિડ હોય છે જે સ્કિનને ગ્લો આપે છે અને હાઈડ્રોજન પૂરું પાડે છે. એમાં વિટામિન સી પણ જોવા મળે છે, જે સ્કિનનો ગ્લો વધારવાનું કામ કરે છે અને ઓપન પોર્સને બંધ કરે છે. સ્કિનના ઉપરના લેયરને કોલાજન અને ઈલાટીન ફાઈબરને મજબૂત બનાવે છે. સ્કિન વધારે હેલ્ધી બને છે. એમાં વનસ્પતિ અર્ક પણ હોય છે, જે સ્કિનને ડિટોક્સિફાઈંગ કરવાનું કામ કરે છે.
સ્કિનને ઠંડક આપે, સ્વચ્છ કરે
મોટાભાગના રબર માસ્કમાં ઠંડકની અસર હોય છે. જે સોજાવાળી અથવા સંવેદનશીલ સ્કિનને શાંત કરે છે. સેન્સિટિવ સ્કિનને એક્સફોલિએટ કરે છે. અશુદ્ધિ દૂર કરે છે. સૂર્યકિરણોથી સ્કિનને થતા નુકસાનને દૂર કરે છે.
રબર માસ્કના ફાયદા
• ડીપ હાઈડ્રેશન: રબર માસ્ક ભેજને બંધ કરવામાં મદદ કરે છે અને હાયલ્યુરોનિક એસિડ જેવા હાઈડ્રેટિંગ એજન્ટો સીધા સ્કિન પર પહોંચાડે છે. આ સ્કિનને ભરાવદાર, કોમળ અને ચમકદાર બનાવે છે.
• ગ્લો અને સમાન સ્કિન: વિટામિન સી, નિયાસિનામાઈડ અથવા લિકરિસ અર્કવાળા પ્રકારો પિગ્મેન્ટેશન, ડ્રાય સ્કિન ઘટાડવામાં ઉપયોગી છે અને સ્કિનને વધુ સુંદર બનાવે છે.
• એન્ટિ એજિંગ: કોલાજન અથવા પેપ્ટાઈડ્સ જેવા ઘટકો સ્કિનની સ્થિતિસ્થાપકતા સુધારવામાં મદદ કરે છે. સ્કિનને ચુસ્ત બનાવે છે અને એજિંગ પ્રોસેસ અટકાવે છે. સ્કિનની ઈલાસ્ટિસિટી વધારે છે અને તેમાં સ્કિન પિગ્મેન્ટને પણ કંટ્રોલ કરે છે.
• ડિટોક્સિફાઇંગ અને શુદ્ધિકરણ: કોલસા અથવા માટીથી ભરેલા રબર માસ્ક અશુદ્ધિઓને બહાર કાઢી શકે છે. ત્વચાના પોર્સને ખોલી શકે છે અને વધારાનું ઓઈલ શોષી શકે છે. જે તેમને ઓઈલયુક્ત અથવા ખીલ પ્રભાવિત સ્કિન માટે ઉત્તમ બનાવે છે.
• સેન્સિટિવ સ્કિનની બળતરા દૂર કરે: તેની ઠંડી અસરને કારણે રબર માસ્કની સ્કિનને શાંત કરે છે અને લાલાશ ઘટાડે છે. સંવેદનશીલ અથવા સોજાવાળી સ્કિન માટે યોગ્ય છે. મડ માસ્ક અથવા ક્રીમ માસ્કથી વિપરીત રબર માસ્ક સરળતાથી સ્કિન સાફ કરે છે.
રબર માસ્ક કયારે વાપરવું?
સ્કિનની સફાઈ અથવા એક્સફોલિએશન પછી, ખાસ પ્રસંગો પહેલાં ગ્લો અને હાઈડ્રેશન વધારવા માટે રબર માસ્ક ઉપયોગી છે. અઠવાડિયે અથવા પંદર દિવસે એકાદ વખત રબર માસ્કનો ઉપયોગ કરી શકો છો. પીલ્સ અથવા માઈક્રોબ્લેડિંગ ટ્રીટમેન્ટ પછી રબર માસ્ક લગાડી શકાય.
રબર માસ્કથી ફાયદા
સ્કિનના સક્રિય ઘટકોમાં ભેજ જાળવે છે. ડ્રાય સ્કિનમાં થતા પ્રોબ્લેમને દૂર કરે છે. સેન્સિટિવ સ્કિનમાં લાલાશ અને બળતરા ઘટાડે છે. સ્કિન ગ્લોઇંગ અને સુંવાળી બને છે. સ્કિન પિગ્મેન્ટને હેલ્ધી બનાવે છે. વૃદ્ધત્વની અસર દૂર કરે છે, ત્વચા પરની કરચલીઓને ઘટાડે છે. સ્કિનની અશુદ્ધિઓને દૂર કરે છે અને સ્કિન પર ઓઇલને નિયંત્રિત કરે છે.
રબર માસ્કના પ્રકારો
• હાઈલ્યુરોનિક + નિયાસિનામાઈડ રબર માસ્ક (ગ્લો સ્કિન, એન્ટિ એજિંગ) • વિટામિન સી રબર માસ્ક • કોલાજન અને ઈલાસ્ટિક માસ્ક • સિવિડ વ્હાઇટનિંગ માસ્ક (સ્કિનના પિગ્મેન્ટને હેલ્ધી બનાવે છે) • કોરિયન રાઈસ પીલ ઓફ માસ્ક