રાજસ્થાનની મેઘાએે ૧૭ દિવસમાં ૭૦ ફૂટ ઊંચું ચિત્ર બનાવ્યું

Wednesday 13th November 2019 06:28 EST
 
 

બિકાનેર: રાજસ્થાનના બિકાનેરમાં રહેતી મેઘા હર્ષે ૭૦ ફૂટ ઊંચું અને ૭૦ ફૂટ પહોળું પેઇન્ટિંગ બનાવીને સાઇપ્રસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ પેઇન્ટિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. મેઘાએ આ ચિત્ર ૧૭ દિવસમાં જ તૈયાર કર્યું હતું. અગાઉનો રેકોર્ડ સાઇપ્રસના એલેક્સના નામે હતો. એલેક્સે ૫૯ ફૂટ લાંબુ અને તેટલું જ પહોળું પેઇન્ટિંગ બનાવ્યું હતું. મેઘાએ જણાવ્યું કે, આ ચિત્રનો વિષય યુએન દ્વારા સ્થાપિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે. તેમાં ક્લાઇમેટ એક્શન, વોટર સિક્યુરિટી અને વુમન સેફ્ટી જેવા વિષયો સામેલ હોય છે. પેઇન્ટિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter