રોજ નેઇલ પોલિશ કરવાથી ગંભીર બીમારીનું જોખમ, બ્રેક લેવો જરૂરી

Friday 31st October 2025 09:00 EDT
 
 

આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના પ્રારંભિક સંકેતો પણ દેખાતા નથી.

જાણીતા કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડો. રૂબેન ભસીન પાસી કહે છે કે નખોને શ્વાસ લેવાની જરૂર નથી, પરંતુ તેમને બ્રેક જરૂર છે. સતત નેઇલપોલિશ લગાવવાથી નખમાં સૂકાઈ જવું, તૂટવું અને રંગ બદલાવાની સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ, આથી શરીરની આંતરિક સમસ્યાઓ પણ છુપાઈ શકે છે, જે નખો દ્વારા સામે આવે છે. પીળા નખ ડાયાબિટીસ અથવા લિવર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ખૂબ જ હળવા રંગના નખ એનીમિયા તરફ ઈશારો કરે છે. ચમચા જેવા વાંકા નખ આયર્નની કમી દર્શાવે છે. કેટલાક કિસ્સાઓમાં સ્કીન કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ નેલ પોલિસને કારણે છુપાઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter