લગ્નમાં શું ન પહેરીને જવાય?

Thursday 29th January 2015 08:06 EST
 
 

લગ્નમાં જવા માટેના બેસ્ટ આઉટફિટ ટ્રેડિશનલ ઇન્ડિયન અને મોડર્ન સ્ટાઇલિંગનો સમન્વય હોઈ શકે. અહીં સાડીથી લઈને લહેંગા, શરારા, અનારકલી કે સલવાર-કમીઝમાંથી કંઇ પણ પસંદ કરી શકાય. જોકે અહીં કેટલીક ચીજો એવી પણ છે જે લગ્નમાં પહેરવા માટે જરા પણ સૂટેબલ નથી. જોઈએ એ શું હોઈ શકે.
• પ્લેન બ્લેક કે વાઇટઃ આ બન્ને રંગો ભલે ગમે તેટલા ટ્રેન્ડમાં હોય અને તમારા ફેવરિટ હોય તો પણ ભારતીય પરંપરાના લગ્ન માટે એ સૂટેબલ નથી. રેગ્યુલર વાઇટ કે બ્લેક લગ્નપ્રસંગે કોઇ પણ સંજોગોમાં ન ચાલે. હા, પુરુષો બ્લેક ટક્સીડો પહેરે તો ચાલી જાય. સ્ત્રીઓએ તો ઓરેન્જ, રેડ, પિન્ક, પર્પલ જેવા શેડમાંથી જ પસંદગી કરવી જોઈએ.
• ફિગર ટાઇટ ડ્રેસિસઃ તમારી બોડી મેઇન્ટેન્ડ હોય તો ભલે, પણ ફિગર ટાઇટ ડ્રેસિસ પહેરીને એનો દેખાડો કોઈ બીજાનાં લગ્નમાં કરવાની જરૂર નથી જ નથી. લગ્નપ્રસંગ અને ફેમિલી ગેધરિંગ આવાં કપડાં પહેરવા માટે નથી. ટાઇટ ફિટિંગ બ્લાઉઝ કે ડ્રેસ કરતાં ફ્લોઇંગ ફેબ્રિક પહેરો, જેમાં હેવી બોર્ડર અને ક્રિસ્ટલ લગાવવામાં આવ્યાં હોય. વટ પડી જશે.
• સીઝન પ્રમાણે ડ્રેસિંગઃ શિયાળામાં જો તમે ઓપન ગ્રાઉન્ડ પાર્ટીમાં શિફોનની સાડી પહેરીને જશો તો અનકમ્ફર્ટેબલ જ લાગશે. એવાં કોઈ પણ ફેબ્રિક ન પહેરવાં જે સીઝન માટે સૂટેબલ ન હોય. એ સિવાય કપડાંમાં કોઈ ઓલ્ટરેશન હોય તો એ પણ ચેક કરી લેવું જેથી લગ્નમાં જવાના દિવસે કોઈ પ્રોબ્લેમ ન થાય.
• હાઈ-હીલ્સઃ લગ્નમાં કમ્ફર્ટેબલ સેન્ડલ્સ પહેરો. લગ્નપ્રસંગો લાંબા ચાલતા હોય છે અને ઘણી વાર તો લાંબો સમય ઊભા જ રહેવું પડે છે. મંડપ પાસે જતા સમયે ચંપલ કાઢવાં-પહેરવાં પડે એવું પણ બની શકે છે. આવામાં હાઈ-હીલ્સ પહેરવી અનકમ્ફર્ટેબલ રહેશે. આમાં પણ જ્યારે આઉટડોર વેડિંગ હોય ત્યારે તો પેન્સિલ હીલ પહેરવાનું અવશ્ય ટાળવું.
• કેઝ્યુઅલ ક્યારેય નહીંઃ કેઝ્યુઅલ લાગે એવું કંઈ પણ લગ્નમાં પહેરવાને લાયક નથી. બેલ-બોટમ્સ, કેપ સ્લીવ ડ્રેસિસ અને કુરતી-લેગિંગ્સ લગ્ન જેવા ટ્રેડિશનલ પ્રસંગોમાં પહેરવા માટે જરા પણ યોગ્ય નથી. પુરુષોએ તો જીન્સ અને ટી-શર્ટ કે કેઝ્યુઅલ ચેક્સવાળું શર્ટ પહેરીને લગ્નમાં જવાનો વિચાર પણ ન કરવો જોઈએ.
• મેક-અપઃ મેક-અપ કેવો કરવો જોઇએ તેનો આધાર લગ્નપ્રસંગ, સીઝન, સ્થાન અને કેટલા મોટા પાયાની ઇવેન્ટ છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. ઓફિસના સહયોગી કે ફ્રેન્ડનાં લગ્નમાં જવાનું હોય ત્યારે એકદમ ભપકાદાર અને પર્ફેક્ટ મેક-અપ કરીને જવાની જરૂર નથી. સિમ્પલ ફાઉન્ડેશન, લિપસ્ટિક અને આઇ મેક-અપ પૂરતો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter