વારે તહેવારે તમારી જાતે જ કરો મેકઅપ

Friday 24th July 2020 07:46 EDT
 
 

દરેક યુવતીની બીજાથી અલગ અને વધુ ખૂબસુરત કેવી રીતે લાગવું તેવી પ્રબળ ઈચ્છા હોય છે. એના માટે યોગ્ય રીતે મેકઅપ કરવો જરૂરી હોય છે. સામાન્ય રીતે વારે તહેવારે આપણે ટ્રેડિશનલ મેકઅપ શોભે છે. આ મેકઅપ કેવી રીતે કરવો તેની થોડી સમજ અહીં અપાઈ છે.
• કોઈ પણ મેકઅપ કરતાં પહેલાં હંમેશાં ફેસને ક્લિન કરવો ખૂબ જ જરૂરી છે. ડેડ સ્કિન હોય તો ડેડ સ્કિન દૂર કરી મેકઅપ કરવો. ડેડ સ્કિન દૂર કરવા માટે ૧ ચમચી અખરોટના ફોતરાના ભૂકામાં એક ચમચી દૂધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. પાંચ મિનિટ ચહેરા પર આ મિશ્રણથી મસાજ કરો. ફેસ ક્લિન થઈ જશે.
• જ્યારે તમે મેકઅપ કરો ત્યારે ફેસ પર બરફ લગાવવો નહીં, કારણ કે બરફથી સ્કિનપોર્ઝ ટેમ્પરરી બંધ થઈ જાય છે, પરંતુ ઠંડકથી અસર ઓછી થતાં થોડા સમય બાદ પોર્ઝ ખૂલી જતાં મેકઅપ પેચી-લૂક આપે અથવા ફેસ પર સ્પ્રેડ થાય છે.
• ચહેરો ક્લિન કર્યા પછી આઈબ્રોઝમાં વધારાના વાળ રહી ગયા હોય તો થ્રેડિંગ કરીને તેને દૂર કરો.
• જો ફેસ પર વધારે રુંવાટી હોય તો બે-ત્રણ દિવસ પહેલાં બ્લિચિંગ કરાવેલું હોવું જોઈએ.
• સ્કિન ટોનથી એક શેડ લાઈટ અથવા એક શેડ ડાર્ક મેકઅપ કરવો.
• જો વાતાવરણ ભેજવાળું હોય તો ડ્રાય બેઝ મેકઅપ કરવો એટલે કે ઓઈલી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો અને વાતાવરણમાં ઠંડી અને સૂકાપણું હોય તો મોઈશ્ચર બેઝ મેકઅપ કરવો.
• મેકઅપ પ્રોડક્ટ સારી ક્વોલિટીની વાપરવાનો આગ્રહ રાખવો.
• મેકઅપ કરતી વખતે સૌથી પહેલાં બેઝનો ઉપયોગ કરવો.
• જો તમને હેવિ મેકઅપ ગમતો હોય તો એ પ્રમાણે બીબી ક્રિમ કે સીસી ક્રિમનો ઉપયોગ કરવો.
• આ પછી તમે કોમ્પેક પાઉડરનો ઉપયોગ કરી શકો છો. બ્લશરનો ઉપયોગ કરવો હોય તો તેનો કલર તમારી સ્કિન સાથે મેચ થાય એવા બ્લશરનો ઉપયોગ કરો.
• લોંગ ફેસ હોય તો બ્લશર પોઈન્ટ પર રાઉન્ડ શેપમાં બ્લશર કરવું.
• રાઉન્ડ ફેસ હોય તો બ્લશર પોઈન્ટ પર સ્લાન્ટ અથવા રાઈટ શેપમાં બ્લશર કરવું.
• ટ્રેડિશનલ બ્લશર આડા રાઈટ શેપમાં તથા વેસ્ટર્ન બ્લશર ઊભા રાઈટ શેપમાં કરવામાં આવે છે.
• ફેયર સ્કિનમાં લાઈટ શેડનાં બ્લશર અને ડાર્ક સ્કિનમાં મીડિયમ શેડના બ્લશર કરવાં જોઈએ.
• સૌથી પહેલાં આઈ મેકઅપ કરવો. લાઈટ મેકઅપ કરવો હોય તો બેજ, લાઈટ પિંક આઈશેડ વાપરવો. હેવિ મેકઅપ જોઈતો હોય તો ચોકલેટ કે કથ્થઈ આઈશેડ વાપરો. આઈ લાઈનર અને મસ્કાર વોટરપ્રૂફ વાપરવાનો આગ્રહ રાખવો.
• આઈ મેકઅપમાં કાજળનો ઉપયોગ પણ કરી શકાય.
• જે શેડના આઈશેડનો ઉપયોગ કર્યો હોય એનાથી એક શેડ ડાર્ક લિપસ્ટીકનો ઉપયોગ કરી શકાય. તમે લિપબામ પણ વાપરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter