વાળથી નહીં, આત્મવિશ્વાસથી ઝળકતી સુંદરતા

Saturday 15th August 2026 10:42 EDT
 
 

ભોપાલઃ મધ્યપ્રદેશના સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPCS) કેડરનાં અધિકારી સવિતા પ્રધાન હાલમાં પોતાની એક અત્યંત સંવેદનશીલ પહેલના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગયાં છે. કેન્સરની બીમારીની ટ્રીટમેન્ટ દરમિયાન માથાના બધા વાળ ગુમાવી ચૂકેલી એક માસૂમ બાળકીએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે કોઈ તેના જેવું દેખાય, જેથી તેને એકલતા ન લાગે.

કેન્સરગ્રસ્ત બાળકીની આ લાગણી પાછળ છૂપાયેલી પીડા સવિતા પ્રધાનના હૃદયને સ્પર્શી ગઇ. કાળા - લાંબા વાળ કોઇ પણ સ્ત્રીની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હોય છે, પણ સવિતા પ્રધાને બાળકીની આ ભાવનાને માન આપીને વાળ કપાવી નાંખવા નિર્ણય કર્યો. તેમણે કોઈ પણ ખચકાટ વિના પોતાના માથાના વાળ મુંડાવી દીધા હતા.
આ સાથે જ સવિતા પ્રધાને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં સંદેશ આપ્યો હતો કે સાચી સુંદરતા લાંબા વાળ કે ઘરેણાંથી નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ઝળકે છે. અને હા, સવિતા પ્રધાન કોઈપણ ખચકાટ વગર આ જ લુકમાં ઓફિસ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter