વાળની ખૂબસૂરતી માટે વાપરો વિવિધ પ્રકારના કોમ્બ

Tuesday 31st July 2018 10:31 EDT
 
 

વર્ષો પહેલાંથી વાળને સુવ્યવસ્થિત રીતે ગૂંચ કાઢવા અને ઓળવા માટે કાંસકાનો ઉપયોગ થાય છે, પરંતુ હવે આપણે જાણીએ જ છીએ કે કાંસકાનો ઉપયોગ હેર સ્ટાઈલ કરવામાં પણ કરાય છે. વાળના જે રીતે વિવિધ પ્રકાર હોય છે, તે જ રીતે કાંસકાના પણ વિવિધ પ્રકાર હોય છે. એટલું જ નહીં વિવિધ સ્કાલ્પ, હેર સ્ટાઇલ અને વાળના પ્રકાર મુજબ કાંસકાનો ઉપયોગ કરવો વાળ માટે પણ હિતાવહ હોય છે. કાંસકા તો અનેક પ્રકારના હોય છે, પણ તેનો યોગ્ય ઉપયોગ સમજવો પણ જરૂરી હોય છે. કાંસકામાં લાકડાનો કાંસકો, મેટલ જેવી વગેરે ધાતુના કાંસકા બનતા હોય છે. મહિલાઓ હેરસ્ટાઇલ કરવા, સિમ્પલ વાળ ઓળવા, ગૂંચ કાઢવા વગેરે જેવી વસ્તુઓ માટે વિવિધ પ્રકારના કાંસકાનો ઉપયોગ કરે છે, કાંસકા વિના વાળ સારી રીતે ઓળવા શક્ય નથી. તો આવો આ કાંસકાની વિવિધતા વિશે માહિતી મેળવીએ.

મોટા દાંતાનો કાંસકોઃ આ કાંસકાનો ઉપયોગ સામાન્ય રીતે વાળમાંથી ગૂંચ કાઢવા માટે કરવામાં આવે છે. જેનાથી વાળ પ્રમાણમાં ઓછા તૂટે છે. જોકે જેના વાળ ઘાટ્ટા જાડા અને ગ્રોથમાં હોય તેણે વાળ ઓળવા પણ આ પ્રકારનો જ કાંસકો વાપરવો જોઈએ.

ફાઇન ટૂથ ટેલ કોમ્બઃ આ કાંસકો દેખાવમાં સામાન્ય કાંસકા જેવો જ દેખાય છે. આ કાંસકાના દાંતા લાંબા અને સોફ્ટ હોય છે. આ કાંસકાનો ઉપયોગ વાળને સીધા ઓળવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ કાંસકો વાળને બે ભાગમાં વહેંચવામાં પણ મદદ કરે છે.

ટિસિંગ કોમ્બ: વાળને છુટા રાખવા માટે આ પ્રકારનો કાંસકો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ સ્ટોરમાં ટેજિંગ કોમબનો આખો સેટ આસાનીથી મળી રહે છે. ટિસિંગ કોમ્બ લાકડા પંચધાતુ કે પ્લાસ્ટિકના પણ મળી રહે છે.

કટિંગ કોમ્બ: વાળ કાપવા માટે જે કાંસકાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને કટિંગ કોમ્બ કહેવામાં આવે છે. ડિફરન્ટ કટ્સ માટે કટિંગ કોમ્બની જરૂર હોય છે. નાના વાળની સ્ટાઇલ માટે કાંસકાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

પિક્સ: વાળને ઉપરની તરફ ઓળવા માટે આ કાંસકાનો ઉપયોગ કરવામાં આવે છે. નાની સાઈઝના પિક્સ કોમ્બનો હેરસ્ટાઈલમાં ફિટ કરવામાં પણ ઉપયોગ થાય છે જેમ કે કોમ્બને વાળમાં જ સેટ કરીને વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ કરી શકાય છે. વાળનો ગ્રોથ વધુ દેખાડવા માટે કોમ્બને હેરમાં જ સેટ કરીને વિવિધ બનકે અંબોડા વાળી શકાય છે.

હેરપિન કોમ્બઃ કોઈ પણ પ્રકારની હેર સ્ટાઈલમાં આ પ્રકારના હેરપિન કોમ્બ અતિ સરળ રીતે ફિટ થતા કાંસકા છે. વેસ્ટર્ન કે ટ્રેડિશનલ હેર સ્ટાઈલ માટે તમે જેમ અલગ અલગ બક્કલની પસંદગી કરો તે જ રીતે પિન કોમ્બની પસંદગી કરીને તેનું કલેક્શન કરી શકો છો. માત્ર હેર સ્ટાઈલમાં તે બ્રોચની જેમ ફિટ કરી દેવાના હોય છે જેથી તમે સ્ટાઈલિશ પણ લાગી શકો છો. વધુ પડતી ગૂંચવણભરી કે ટાઈમ લેતી હેરસ્ટાઈલ કરવાની ઝંઝટમાંથી પણ આ પ્રકારના કોમ્બ હેરમાં ફિટ કરવાથી છુટકારો મળી જાય છે. હેર સ્ટાઈલ પ્રમાણે મલ્ટિ હેર પિન કોમ્બનો ઉપયોગ થઈ શકે છે, પણ ઊંઘતી વખતે એક પણ હેર પિન કોમ્બ માથામાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત હેર સ્ટાઈલ છોડતી વખતે પણ વાળ ગૂંચવાઈને તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું.

રૂટ્સ પ્રોફેશનલ વેન્ટેડ હેર કોમ્બઃ વાળના સ્કેલ્પમાંથી મેલ અથવા કચરો કાઢવા માટે કે ખોળાને ખોતરીને દૂર કરવા માટે આ હેરબ્રશનો ઉપયોગ થાય છે. આ હેરબ્રશનો ઉપયોગ કરતાં પહેલાં જોકે વાળ મોટા દાંતિયાના કાંસકાથી ગૂંચ કાઢેલા હોવા જરૂરી છે.

હેર રોલ કોમ્બઃ ખાસ કરીને વાળને અંદરની તરફ કે બહારની તરફ વાળવા માટે આ કાંસકાનો ઉપયોગ થાય છે. હેર પમિંગ માટે પણ આ કાંસકાનો ઉપયોગ કરી શકાય છે, પણ આ કાંસકાથી હેર પમ કરતી વખતે ધ્યાન રાખવું કે વાળ ગૂંચવાઈ ન જાય ભીના વાળમાં હેર ટર્ન માટે આ કાંસકાનો ઉપયોગ થઈ શકે છે.

ઇલેક્ટ્રોનિક મસાજ અને હેરસ્ટાઈલ કોમ્બઃ આ પ્રકારના કાંસકાથી તમને હેર મસાજ સાથે સાથે સ્કાલ્પ મસાજ પણ મળી રહે છે. જોકે તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સંભાળવું જરૂરી છે. ખાસ કરીને તેનું તાપમાન વધી કે ઘટી જાય તો તમને ગમતા વાળ પર વિપરીત અસર થઈ શકે છે અને હેર સ્ટાઈલ વખતે પણ જો ધ્યાન આપવામાં ન આવે તો હેરસ્ટાઈલ બગડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter