વિન્ટરમાં આકર્ષક લુક આપતાં વૈવિધ્યપૂર્ણ બ્લેઝર

Wednesday 05th January 2022 08:10 EST
 
 

વિન્ટરમાં સ્ટાઇલિશ દેખાવાના એક નહીં, અઢળક વિકલ્પ છે. ઠંડીથી બચવા યુવતીઓ લોન્ગ વિન્ટર વેર તરીકે અનેક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે. જેમ કે, સ્વેટર, વુલન ટોપ, કુરતાં અને બ્લેઝર. અનેક પ્રકારના વિન્ટર વેર આઉટફિટને તમારા કલેક્શનમાં સામેલ કરી શકો છો અને પહેરીને સ્ટાઇલિશ દેખાઇ શકો છો. આ કપડાં ઠંડીથી બચાવવાની સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે. ઠંડીથી બચવા યુવતીઓ બ્લેઝર પહેરી શકે છે. તેને અલગ અલગ રીતે પહેરીને લુકને કેઝયુઅલ, પ્રોફેશનલ કે પાર્ટી સ્ટાઇલ આપી શકો છો. બ્લેઝરને એ રીતે પહેરો જેથી તમારી સ્ટાઇલ સૌથી અલગ લાગે.
વેસ્ટર્ન વેર જેમ કે, જિન્સ અને ટ્રાઉઝરની સાથે બ્લેઝર સારું લાગે છે. કેઝ્યુઅલ લુકમાં યુવતીઓ હંમેશાં જિન્સની સાથે બ્લેઝર પહેરી લે છે, પરંતુ આઉટફિટ સાથે મેચ કરતાં ડાર્ક કે લાઇટ કલરનાં બ્લેઝરની પસંદગી કરો. આથી તમારો લુક આઇ કેચિંગ લાગશે.
આ ઉપરાંત ડ્રેસની સાથે બ્લેઝરની સ્ટાઇલ પણ બેસ્ટ લુક આપે છે. તમે શોર્ટ કે લોંગ ડ્રેસની સાથે બ્લેઝર પહેરી શકો છો. ડ્રેસ પ્લેન હોય તો કલરફુલ બ્લેઝર પહેરો અને ડ્રેસ કલરફુલ હોય તો તેની સાથે મેચ કરતાં પ્લેન બ્લેઝરની પસંદગી કરો. બોલ્ડ લુક માટે મિડી સ્કર્ટની સાથે તેને ટીમઅપ કરો. સ્કર્ટની સાથે શોર્ટ કે લોન્ગ બ્લેઝર પહેરી શકો છો. ટ્રેડિશનલ લુકને મોડર્ન ટચ આપી શકો છો. શોર્ટ સ્કર્ટ સાથે લોંગ બ્લેઝર પહેરો અને લોંગ સ્કર્ટ સાથે શોર્ટ બ્લેઝર આકર્ષક અને એલિગન્ટ લુક આપે છે.
જો તમારે કોલેજના કોઇ ફંક્શન કે પાર્ટીમાં જવાનું હોય અને વેસ્ટર્ન લુક ઇચ્છતા હો તો ટોપની સાથે પણ બ્લેઝર પહેરી શકો છે. ગાઉન કે મેક્સી ડ્રેસની સાથે બ્લેઝર યુનિક લુક આપે છે. પાર્ટીમાં શિમર બ્લેઝર પહેરશો તો સ્મોકી લુક મળશે. બ્લેઝરની સાથે મેચિંગ પેન્ટ પહેરો. આ પ્રકારનાં બ્લેઝર અને પેન્ટ તમને સ્ટાઇલિશ લુક આપશે.
તો વળી, પ્રિન્ટેડ બ્લેઝર કૂલ અને ક્યૂટ લુક આપે છે. ખાસ વાત તો એ છે કે આ પ્રકારનાં બ્લેઝરમાં ઉંમર નાની દેખાય છે. યંગ લુક માટે કલરફુલ પ્રિન્ટેડ બ્લેઝર ખરીદી લો. આકર્ષક લુક મેળવવા તમે બ્લેઝરની સાથે સ્કાર્ફ કેરી કરી શકો છો. તમારું બ્લેઝર પ્લેન હોય તો મલ્ટિકલર કે પ્રિન્ટેડ સ્કાર્ફ ખરીદો.
આ ઉપરાંત બ્લેઝરમાં કટ્સ અને ડિઝાઇનમાં પરિવર્તન લાવીને પણ તેને ડિફરન્ટ લુક આપી શકો છો. ઘણી યુવતીઓ પ્લેન કરતાં પ્રિન્ટેડ બ્લેઝર પહેરવાનું પસંદ કરે છે. એમાં એસિમેટ્રિકલ બ્લેઝર પણ ટ્રેન્ડમાં છે. યુવતીઓ ન્યૂટ્રલ કલરના બ્લેઝર પણ પહેરી શકે છે તો વિન્ટરમાં વુલન વેરાઇટી પણ ઈન ટ્રેન્ડ છે.
બ્લેઝર સાથે શૂઝ અને જૂતાંની પસંદગી કરવી એ પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટનો ભાગ છે. જિન્સની સાથે બ્લેઝર પહેરી રહ્યા હો તો લોન્ગ બૂટ્સ અથવા શૂઝ પહેરવાનું પસંદ કરો. તે પહેરવામાં કમ્ફર્ટ પણ લાગશે અને સ્ટાઇલિશ લુક પણ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter