વિવિઝ પ્રિન્ટ અને કાપડથી સજાવો વોર્ડરોબ

Wednesday 11th April 2018 09:17 EDT
 
 

ફેશન એક્સપર્ટ કહે છે કે દરેક પ્રસંગને અનુરૂપ અલગ અલગ પ્રિન્ટની બાલબાલા હોય છે. જો તમારે કોઈ ઈવનિંગ પાર્ટીમાં જવાનું હોય તો તમારા આઉટફિટને તે પ્રમાણેનો લૂક આપવો જોઈએ. તેવા સમયે ડ્રેસમાં શિફોન, જ્યોર્જેટ, નેટ, ઓર્ગેજા જેવા મટીરિયલ પર ફેબ્રિક પ્રિન્ટને ટ્રાય કરવામાં આવે તો તે વધારે ખીલી જાય છે. ભારત એવો દેશ છે કે અહીં દરેક પ્રાંત પ્રદેશ પ્રમાણે તેના મટીરિયલ, પેટર્ન અને વર્ક જોવા મળે છે. જેમ કે ગુજરાતની બાંધણી, પટોળા પ્રિન્ટ. રાજસ્થાની લહેરિયા પ્રિન્ટ, દક્ષિણ ભારતનું કોટન મટીરિયલ, કલકત્તી મટીરિયલ, બનારસી મટીરિયલ વગેરે વગરે પ્રસંગ પ્રમાણે ફેશન એક્સપર્ટ આ મટીરિયલમાંથી સુંદર ડ્રેસ તૈયાર કરી આપે છે. ખાસ કરીને ફ્યુઝન ડ્રેસ હમણાં ઈન ટ્રેન્ડ છે ત્યારે તમે પારંપરિક મટીરિયલ કે પ્રિન્ટમાંથી એ પ્રકારે ડ્રેસ તૈયાર કરાવી શકો છો.

જો તમારે કેઝ્‌યુઅલ કે ફોર્મલ વેરની ડિઝાઈનિંગ કરાવવાની હોય તો સિલ્ક, સાટીન, કોટન, ખાદી કે પછી અન્ય કોઈ પ્રકારના મટિરીયલ સાથે કોમ્બિનેશન કરવું જોઈએ. આમ કરવાથી તમારો કેઝ્‌યુઅલ લૂક અલગ જ દેખાય છે. લોકો તમારા આઉટફિટના વખાણ કરતાં થાકતાં નથી. તમારા કપડાં બરોબર હોય, ઓકેશનને રીલેટેડ હોય પણ જો તેનું ફિટીંગ બરોબર ન હોય તો તમારી શોભા ઘટી જતી હોય છે. આવા સમયે તમારે ઘ્યાન રાખવું કે તમારા વોર્ડરોબના દરેક કપડાં તમારા ફિટીંગ પ્રમાણેના હોય તે જરૂરી છે. જેથી તમે ગમે ત્યારે ગમે તે કપડાં સરળતાથી પહેરી શકો.આમ કરવાથી તમે કોઈપણ સમયે એક અલગ જ પ્રકારના એલીગન્ટ લૂકમાં દેખાવ છો. પ્રમાણમાં જાડી વ્યક્તિઓ માટે સુપર સાઈઝ અને નાની પ્રિન્ટ વધારે સારી રહે છે. તો સ્લીમ સાઈઝની વ્યક્તિઓ માટે મોટી ડિઝઈનની પ્રિન્ટ મહત્ત્વ ધરાવે છે. આવી કેટલીક નાની વાતોનું ઘ્યાન રાખવાથી તમે સ્પેશિયલ ઓકેશનમાં સ્પેશિયલ દેખાઈ શકો છો. જો તમારે કોઈ ખાસ પાર્ટીમાં જવાનું હોય તો ફૂલકારી વર્કની સાથે જરદોસી કામ કરેલા આઉટફિટ સારા લાગે છે. સ્વીવ્સ અને પલ્લુમાં સીક્વેંસ બોર્ડર તેમજ શિફોનનો ક્રશ દુપટ્ટો જેમાં મિરર વર્ક હોય તે એલિગન્ટ લૂક આપે છે.

જો આપણે જ્વેલરીની વાત કરતાં હોઈએ તો હવે પહેલાંની જેમ ભારે જ્વેલરી ફેશનમાં રહી નથી. હવે તો ડેલિકેટ અને સોબર લૂક આપતી જ્વેલરી જ ચાલી રહી છે. તેના કારણે તેઓ કંર્ફટેબલ ફિલ કરે છે. આ પ્રકારની જ્વેલરીના પણ અનેક પ્રકાર માર્કેટમાં જોવા મળે છે. જેમકે, ક્રિસ્ટલ, સ્ટોન અને જરકિનના નંગોની જ્વેલરી યુવતીઓ માટે આર્કષણનું કેન્દ્ર રહી છે. તેમાં પણ અનેક રંગોનું મિશ્રણ હોવાથી તે શાનદાર લૂક આપે છે. આ પ્રકારના લૂક વ્યક્તિના સ્ટેટસની સાથે તેના કોન્ફિડન્સમાં પણ વધારો કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter