વિશ્વની સૌથી મોંઘી સાડીઃ કિંમત રૂ. 39 લાખ

Saturday 19th September 2026 06:04 EDT
 
 

પતિ અન્ય સિટીમાં કામ માટે જાય તો પણ પત્નીનું શોપિંગ લિસ્ટ તૈયાર હોય. ગુજરાતીમાં તો ગીત પણ છે કે, ‘છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળા લેતાં આવજો...’ પત્ની પટોળું મંગાવે તો હરખાજો કારણ કે, જો આ સાડી મંગાવી લીધી તો થોડી તકલીફ પડશે. ખિસ્સું ઘણું બધું હળવું થઇશે. આ સાડીની કિંમત છે. રૂ. 39,31,627 છે. વિશ્વની સૌથી મોંઘી સાડીનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી આ સાડીમાં રાજા રવિ વર્માના 11 પેઈન્ટિંગ્સને આવરી લેવામાં આવ્યા છે. આ સાથે જ સાડીમાં 59.7 ગ્રામ ગોલ્ડ, 3.913 કેરેટ ડાયમંડ, 120 મિલિગ્રામ પ્લેટિનમ અને 5 ગ્રામ સિલ્વર ઉમેરવામાં આવ્યું છે. તેમાં રુબી, એમેરાલ્ડ, યલ્લો સેફાયર, કેટ્સ આઈ, ટોપાઝ, પર્લ્સ અને કોરલ પણ છે. ચેન્નાઈના કાંચીપુરમમાં 39 કારીગરોએ 4,760 કલાકની મહેનત કરીને આ સાડી તૈયાર કરી છે. હવે, જો પત્નીની વિશ લિસ્ટમાં આ સાડી આવે તો વિચારવાનું કે, તમારે રૂ. 39 લાખ કમાવવા માટે કેટલા દિવસ મહેનત કરવી પડશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter