વિશ્વમાં સૌથી સુંદર ફિગર ધરાવે છે બ્રિટિશ મોડેલ કેલી બ્રુક

Wednesday 18th December 2019 06:42 EST
 
 

લંડનઃ બ્રિટિશ મોડેલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે એવો અહેવાલ તાજેતરમાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ આ તારણ આપ્યું છે. વિજ્ઞાન અનુસાર દુનિયામાં મહિલાના ફિગરને સૌથી બેસ્ટ માનવાનું પેરામીટર બિલકુલ અલગ છે. હકીકતમાં મહિલાઓનાં આકર્ષક ફિગરનું એક પેરામીટર લોકોનું માઇન્ડ સેટ બની ગયું છે. જેમાં ફિગરની પરફેક્ટ સાઈઝ ૩૬, ૨૪, ૩૬ (ઈંચમાં) માનવામાં આવે છે, પરંતુ વિજ્ઞાન એ નથી માનતું.
એક સંશોધનના આધારે ટેકસાસ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે બ્રિટિશ મોડલ કેલી બ્રુકનું ફિગર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. એ ન તો બહુ પાતળી છે કે ન તો બહુ સ્થૂળ. એના શરીરના બધા ભાગ પરફેક્ટ છે.
શોધકર્તાના મતે પરફેક્ટ ફિગરવાળી મહિલા બનવા માટે કેટલાક માપદંડો હોય છે. મહિલાની હાઈટ ૧.૬૮ મીટર હોવી જોઈએ. બ્રેસ્ટ, વેસ્ટ અને હિપ્સના મેઝરમેન્ટ ૯૯-૬૩-૬૧ સે.મી. હોવા જોઈએ.
કેલી બ્રુકની ઉંમર ૩૯ વર્ષની છે. શોધકર્તાના તારણ અનુસાર એની ખૂબસૂરતી એકદમ નેચરલ છે
અને ખૂબસૂરત દેખાવા માટે એમણે હજુ સુધી કોઈ સર્જરી કરાવી નથી.




to the free, weekly Gujarat Samachar email newsletter