વૈશાલી કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલાઃ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમશે

Monday 20th April 2026 09:41 EDT
 
 

પેગૈયા (સાયપ્રસ)ઃ ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનમાં ચેમ્પિયન બનનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી બની છે. તો તેણે મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થનારી બીજી ભારતીય ચેસ ખેલાડી તરીકે ગૌરવ મેળવ્યું છે. અગાઉ 2011માં ભારતની કોનેરુ હમ્પી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચીનની હોઉ વિફાન સામે ટકરાઈ હતી અને રનર-અપ બની હતી.

વૈશાલીએ આખરી અને નિર્ણાયક એવા 14મા રાઉન્ડમાં રશિયાની કેટરિના લાગ્નોને મહાત આપી હતી અને કુલ 8.5 પોઈન્ટને સહારે ચેસની પ્રતિષ્ઠિત કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં મહિલા વિભાગનું ટાઈટલ જીતી લીધું હતું. નોંધપાત્ર છે કે, વૈશાલી ભારતના જાણીતા ચેસ ખેલાડી આર, પ્રજ્ઞાનંધાની બહેન છે.
હવે આવતા વર્ષે વૈશાલી અને ચીનની વર્લ્ડ ચેમ્પિયન જુવેન્ગજુન વચ્ચે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ રમાશે. આ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ અંતર્ગત વૈશાલી અને જુ વેંગજુન વચ્ચે 12 મુકાબલા ખેલાશે અને તેમાં વિજેતા ખેલાડીને મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter