શક્તિશાળી મહિલા સીઇઓમાં ૧૧ ભારતીય

Saturday 22nd January 2022 04:33 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો સૌંદર્ય પ્રસાધનોથી માંડીને ટેકનોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ મોટા ઉદ્યોગોનું નેતૃત્વ કરી વૈશ્વિક સ્તરે ઓળખ ઉભી કરી રહી છે. સમગ્ર વિશ્વમાં પુરુષોના આધિપત્યને પછડાટ આપી ભારતીય નારી તેના નેતૃત્વ હેઠળના ઉદ્યોગોમાં ક્રાંતિ લાવીને તેમને મહિલાઓ માટે સરળ બનાવી રહી છે. આ પ્રકારના કામ ફક્ત પુરુષ જ કરી શકે તેવી માન્યતા તોડીને મહિલાઓ અન્યોને પણ આવી ભૂમિકા ભજવવા પ્રેરણા આપે છે. આવો મળીએ ૧૧ ભારતીય મહિલાને જે વિશ્વની સૌથી પાવરફૂલ સીઇઓની યાદીમાં સામેલ છે.

૧. રેવથી અદ્વૈથી સીઇઓ, ફલેક્સ, વિશ્વની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ અને સ્પ્લાય ચેઇન પૈકીની એક કંપની
૨. શર્મિષ્ઠા દુબે સીઇઓ, મેચ ગ્રૂપ, અબજો ડોલરની ઓનલાઇન ડેટિંગ એપ ચલાવતી ટેકનોલોજી કંપની
૩. રેશમા કેવલરામાની સીઇઓ, વર્ટેક્સ ફાર્માસ્યૂટિકલ્સ અમેરિકન દવા કંપની
૪. સોનિયા સિંગલ સીઇઓ, ગેપ ઇન્ડસ્ટ્રી, કપડાં અને એસેસરીઝ બનાવતી કંપની
૫. જયશ્રી ઉલ્લાલ સીઇઓ, અરિસ્તા નેટવર્ક્સ, કોમ્પ્યુટર નેટવર્કિંગ કંપની
૬. અંજલિ સૂદ સીઇઓ , વાઇમેઓ કંપની, સોફટવેર ઉત્પાદન કરતી કંપની
૭. પદ્મશ્રી વોરિયર સીઇઓ, ફેબલ કંપની, રિડિંગ પ્લેટફોર્મ કંપની
૮. પ્રિયા લાખાણી સીઇઓ, સેન્ચ્યુરીટેક કંપની, લર્નિંગ ટૂલ્સ બનાવતી કંપની
૯. લીના નાયર સીઇઓ, ચેનલ કંપની, ફ્રેન્ચ લક્ઝરી હાઉસ ચેનલ
૧૦. અંકિતી બોઝ સીઇઓ, ઝિલિંગો કંપની, મલ્ટીનેશનલ સ્ટાર્ટઅપ કંપની
૧૧. ફાલ્ગુની નાયર સીઇઓ નાયકા કંપની, બ્યૂટી સ્ટાર્ટઅપ કંપની


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter