શીતલ મહાજને રચ્યો ઇતિહાસઃ 21,500 ફૂટની ઊંચાઇએ સ્કાયડાઇવ કરનારી પ્રથમ મહિલા

Saturday 02nd December 2023 08:29 EST
 
 

ભારતનાં જાણીતાં સ્કાયડાઇવર શીતલ મહાજને નવો ઇતિહાસ સર્જયો છે. શીતલ મહાજન માઉન્ટ એવરેસ્ટની સામે 21,500 ફૂટોની ઊંચાઇએથી હેલિકોપ્ટર પરથી કૂદકો મારનારાં વિશ્વનાં પ્રથમ મહિલા બની ગયાં છે. ભારત સરકાર સહિત અનેક રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત અને સ્કાય ડાઇવિંગના અનેક રેકોર્ડ પોતાના નામે ધરાવનાર 41 વર્ષીય મહાજને 13 નવેમ્બરના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની આગળની બાજુએ સફળતાપૂર્વક સ્કાયડાઇવિંગ કરીને વધુ એક વિક્રમ પોતાના નામે નોંધાવ્યો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter