સમરમાં અપનાવો આરામદાયક અને સ્ટાઇલિશ કુર્તા

Wednesday 30th April 2025 04:53 EDT
 
 

ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ મહિલાઓના વોર્ડરોબના આઉટફીટ બદલાઈ જતા હોય છે. વધતા તાપને કારણે પોતાના વોર્ડરોબમાં પરસેવો શોષી લે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે તેવા સ્ટાઇલિશ કુર્તા પર પસંદગી ઉતારવામાં આવે છે. ગરમીમાં ખાસ પ્રકારના કુર્તાની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળાના યુવતીઓના કુર્તાની ડિઝાઈનોની ઘણી વિવિધતા છે, જેમાં આરામદાયક અને સ્ટાઇલિશ કપડાનો સમાવેશ થાય છે.

પસંદગીના પ્રકાર
• કોટન કુર્તા: ઉનાળામાં પહેરવા માટે કોટન કુર્તા સૌથી આરામદાયક છે. તે હળવા અને શ્વાસ લઈ શકાય તેવા હોય છે. જે તમને ઠંડક આપે છે અને પરસેવો શોષી લે છે. કોટનમાં વિવિધ પ્રકારની ડિઝાઇન અને પેટર્ન ઉપલબ્ધ છે. તેથી તમે તમારી પસંદગી મુજબ પસંદ કરી શકો છો.
• લિનન કુર્તા: લિનન કુર્તા પણ ઉનાળા માટે શ્રેષ્ઠ વિકાલ્પ છે. તે હળવા અને આરામદાયક હોય છે અને સ્ટાઇલિશ લુક આપે છે.
• ચિકનકારી કુર્તા: તે હળવા અને આરામદાયક હોય છે અને તેમાં સુંદર એમ્બ્રોઇડરી હોય છે. ચિકનકારી કુર્તા ઉનાળા માટે એક લોકપ્રિય પસંદગી છે. તેના પર કરવામાં આવેલું સુંદર ભરતકામ તેને ખાસ બનાવે છે.
• રેયોન કુર્તા: રેયોન કુર્તા પણ ઉનાળા માટે સારા છે. આ કુર્તા પણ વજનમાં હળવા હોવાથી પહેરવામાં પણ હળવાશ અનુભવાય છે. જે તમને આરામદાયક અને સ્ટાઇલિશ દેખાવ આપે છે.
• ફ્લોરલ પ્રિન્ટ કુર્તા: ફલોરલ પ્રિન્ટ કુર્તા ઉનાળામાં તાજગીનો અહેસાસ કરાવે છે. તે હળવા રંગોમાં ખૂબ જ સુંદર લાગે છે.
• અનારકલી કુર્તા: અનારકલી કુર્તા એક પરંપરાગત અને સ્ટાઇલિશ વિકાય છે. તે વિવિધ રંગો અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે.
• એ-લાઈન કુર્તાઃ એ-લાઈન કુર્તા આરામદાયક અને સ્ટાઇલિશ છે. તે દરેક પ્રકારના શરીરના બાંધા માટે યોગ્ય છે.

ક્યા કુર્તાથી મળશે કેવો લુક
• સ્ટ્રેટ કુર્તા સાદા અને આરામદાયક કુર્તા છે. જે રોજિંદા પહેરવેશ માટે ઉત્તમ છે.
• કુર્તી અને પેન્ટ અથવા પલાઝોનો સેટ, જે આરામદાયક અને સ્ટાઇલિશ લાગે છે.
• શોર્ટ કુર્તી જિન્સ અથવા લેગિન્સ સાથે પહેરવા માટે ઉત્તમ છે.
• ફ્રન્ટ સ્લિટ કુર્તી સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક આપે છે.
• કોટન પ્રિન્ટેડ કુર્તી હળવા અને આરામદાયક દેખાવ માટે ઉત્તમ છે.
• હેન્ડલૂમ કુર્તી આકર્ષક અને આરામદાયક દેખાવ આપે છે.
• બ્લોક પ્રિન્ટ કુર્તી પરંપરાગત અને સ્ટાઇલિશ દેખાવ આપે છે.
• ફ્લોરલ પ્રિન્ટ્સ ઉનાળા માટે તાજગીભરી અને સ્ટાઇલિશ લાગે છે.
• જ્યોમેટ્રિક પ્રિન્ટ્સ આધુનિક અને સ્ટાઇલિશ લાગે છે.
• એમ્બ્રોઇડરી કુર્તાને વધુ આકર્ષક બનાવે છે.

અવનવા રંગોનો નિખાર
આપણે ગરમીના દિવસોની વાત કરીએ છીએ તો પેસ્ટલ રંગના કુર્તા ઉનાળા માટે એકદમ યોગ્ય છે. આ રંગશ્રેણીના તમામ શેડ આંખોને શાંતિ આપે છે અને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. તે ઉપરાંત હળવા રંગોમાં સફેદ, આછો ગુલાબી, આછો વાદળી, પીળો, લીલો, આ બધા રંગો ઉનાળા માટે ઉત્તમ છે.

પસંદગીમાં આ કાળજી આવશ્યક
• ઉનાળામાં કુર્તા પસંદ કરતી વખતે હળવા વજનના કાપડને પ્રાધાન્ય આપો.
• પ્લસ સાઇઝના શ્વાસ લઈ શકાય તેવા કાપડ પસંદ કરો. આરામદાયક ફિટિંગ પસંદ કરો.
• હળવા રંગો પસંદ કરો, જે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે.
• કુર્તાને એક્સેસરીઝ સાથે મેચ કરીને પહેરો, જેમ કે સ્કાર્ફ, જવેલરી અથવા બેગ. એક સરસ કોમ્બિનેશન તમારા ઓવરઓલ લુકને ચાર ચાંદ લગાવી દેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter