સૌંદર્ય પ્રસાધનો વિશે જાણીને તેનો યોગ્ય ઉપયોગ કરો

Wednesday 16th August 2017 10:38 EDT
 
 

સામાન્ય રીતે દરેક પ્રસંગે કે રોજિંદી જિંદગીમાં હેવિ કે લાઈટ મેકઅપ કરતા જ હશો. મેકઅપ માટે દરેક સૌંદર્ય પ્રસાધનોની પૂરતી જાણકારી મેળવીને જ તેને ઉપયોગમાં લેવા જરૂરી છે. તો અહીં એ સાધનોની થોડી સમજ આપવામાં આવી છે.

ફાઉન્ડેશન

  • ફાઉન્ડેશન ક્લીન-પોલિશ્ડ લુક માટે લગાડવામાં આવે છે.
  • ફેસને શિયર લુક આપવા સ્પંજથી ફાઉન્ડેશન લગાવવું. આંગળીના ટેરવાથી પણ લગાડી શકાય.
  • ફાઉન્ડેશનને ચહેરા પર બ્લેન્ડ કરવા બ્લેડિંગ બ્રશનો ઉપયોગ કરવો.
  • ત્વચાના પ્રકાર પ્રમાણે ફાઉન્ડેશન પસંદ કરવા. ગોરા વાન માટે ટિન્ટેડ શેડ પસંદ કરવા. ડસ્કી કોમ્પ્લેશન માટે ડી યલો અથવા રિચ ગોલ્ડન શેડવાળા ફાઉન્ડેશનની પસંદગી કરવી. વ્હાઇટીશ કોમ્પલેશન માટે યલો ટોન ફાઉન્ડેશન વધુ યોગ્ય રહે છે.
  • આંખની આસપાસના કાળા કુંડાળા હોય કે પછી ચહેરા પર ધાબા હોય તેને છુપાવાની ઉત્તમ રીત કંસિલર છે.

કંસિલર

  • કંસિલર ત્વચાના ટોન કરતાં એક શેડ હળવું લેવું.
  • આંખની આસપાસ આઇક્રીમ લગાવીને આંગળીના ટેરવાથી કંસિલર લગાવી બ્લેન્ડ કરવું. એ પછી ફાઉન્ડેશન અથવા પાઉડર લગાવવો.
  • આંખના ખૂણા વધુ ડાર્ક હોવાથી ત્યાં કલર કંસિલર લગાવવું જ જોઈએ.

બ્લશ

  • બ્લશરના ઉપયોગથી સુંદરતા વધુ નિખરે છે. પાવડર બ્લશ લાંબા સમય સુધી ફાયદો નથી આપતું તેથી ક્રીમ બ્લશનો ઉપયોગ કરવો.
  • બ્લશના બે કોટ લગાવવા. પહેલા ક્રીમ બ્લશ તેના ઉપર પાવડર બ્લશને ચીક બોન્સ અને ઉપરની તરફ બ્લેન્ડ કરવું. જેથી લાંબો સમય સુધી ટકશે.
  • બ્લશર લગાવતી વખતે હળવું સ્માઇલ કરવું. જે ભાગ ઊપસી આવે તેના પર બ્લશર લગાડવું.

ફેસ પાવડર

  • કોમ્પેક પાવડર હોય કે લૂઝ પાવડર સ્કિન ટોન સાથે સેટ થતો હોવો જોઇએ. ફાઉન્ડેશન લગાડયા પછી જ ફેસ પાવડર લગાડવો.
  • ફેસ પાવડરને ચહેરા પર બરાબર ફેલાવવો. જો ચહેરાના કોઇ હિસ્સા પર બરાબર ફેલાયો ન હોય તો એ સ્કિન ટોન અલગ દેખાશે.
  • જો ચહેરા પર જે ફેસ પાવડરનો ઉપયોગ કરો એ જ પ્રમાણમાં ગરદન – ડોક પર પણ ઉપયોગ કરવો

કાજળ

  • કાજળ આંખને વધુ આકર્ષક બનાવે છે.
  • કાજળ ફેલાઈ ન જાય તે માટે આંખની આસપાસના ભાગને ડ્રાય રાખવો.
  • કાજળને બ્લેક આઇશેડો સાથે બ્લેન્ડ કરીને લગાડી શકાય.
  • કાજળ લગાડયા પછી લિક્વિડ આઇલાઇનર લગાવવી જે કાજળને ફેલાતા રોકે છે.
  • કાજળ ફેલાય તો ટચઅપ માટે ઇયર બડનો ઉપયોગ કરવો.

લિપસ્ટિક

  • હોઠ પર પહેલા મોઇશ્ચરાઇઝર, લિપ બામ અથવા ફાઉન્ડેશન લગાડવું.
  • સ્કિન ટોન પ્રસંગ ટ્રેન્ડ અને આઉટફિટ પ્રમાણે લિપસ્ટિકની પસંદગી કરવી.
  • નેચરલ લુક માટે લિપસ્ટિક લગાવીને આંગળીઓથી રબ કરવી
  • લિપ્સિટક લાંબા સમય માટે રહે તે માટે લિપ લાઇનરથી હોઠને આઉટલાઇન કરવી અને પછી લિપસ્ટિક લગાવવી. જેથી લિપસ્ટિક નીકળી જાય તો પણ લિપ લાઇનર હોઠ પર રહેવાથી નેચરલ લુક લાગશે.
  • પાતળા હોઠ હોય તો લિપસ્ટિક લગાડયા પછી હોઠની વચ્ચોવચ લિપગ્લોસ લગાવીને એને આંગળીથી ફેલાવવું અને પછી લિપ લાઈનરથી ફરી હોઠની લાઈન્સ બનાવવી જે હોઠને જાડા દેખાડશે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter