સ્કિનને એક્સફોલિએટ અને હાઇડ્રેટ કરે બોડી પોલિશિંગ

Wednesday 23rd July 2025 08:13 EDT
 
 

બોડી પોલિશિંગ એ તમારા શરીર પરની ડેડ સ્કીનને દૂર કરીને ત્વચાને સોફ્ટ અને શાઈની બનાવે છે. બોડી પોલિશિંગ સ્કિનને એક્સફોલિએટ અને હાઈડ્રેટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ માટે ઘરે બનાવેલા સ્ક્રબ અથવા સ્ટોરમાંથી ખરીદેલી પોલિશિંગ કીટનો ઉપયોગ ગરમ પાણી, ઓઈલ અને લૂફા અથવા પ્યુમિસ-સ્ટોન સાથે કરી શકાય છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે હોટ શાવર અથવા સ્નાન કરીને તૈયાર રહેવું, મસાજ માટે ઓઈલ લગાવવું. સ્ક્રબથી એક્સફોલિએટ કરવું અને મોઈશ્ચરાઈઝિંગનો સમાવેશ થાય છે.
ઘરે બોડી પોલિશિંગ કરવાની રીત
• પ્રિપરેશનઃ ત્વચા પરના પોર્સ ખોલવા અને સ્કિનને સોફ્ટ કરવા માટે સ્નાન કરવું. સ્કિનને મસાજ કરવા માટે ઓલિવ ઓઈલ, કોકોનટ ઓઈલ અથવા આલ્ફ્રેડ ઓઈલ જેવા ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.
• એક્સફોલિએશનઃ ઘરે સ્ક્રબ બનાવવા માટે ખાંડ, મીઠું, કોફી પાઉડર અને ચોખાનો લોટ જેવા નેચરલ એક્સફોલિએટને ઓઈલ, હની અથવા દહીં સાથે બરાબર મિક્સ કરો. ઘરે સ્ક્રબ ન બનાવવું હોય તો રેડીમેઈડ સ્ક્રબનો પણ તમે ઉપયોગ કરી શકો. ત્વચાને ભીની કરીને સ્ક્રબ લગાવો. લૂફા અથવા એક્સફોલિએટિંગ ગ્લવ્સનો ઉપયોગ કરીને ગોળાકાર ગતિમાં હળવા હાથે મસાજ કરો. કોણી, ઘૂંટણ અને એડી જેવા ભાગો પર વિશેષ ધ્યાન આપો. ડાર્ક એરિયા પર પ્યુમિસ-સ્ટોનનો ઉપયોગ કરો.
• રિન્સ અને મોઈશ્ચરાઈઝિંગ: સ્કિન પર લગાવેલા સ્ક્રબ અને પોલિશને દૂર કરવા નવશેકા ગરમ પાણીથી સરખી રીતે સાફ કરવું. સ્કિનની બળતરા ઓછી કરવા માટે બોડી પોલિશિંગ કર્યા પછી એ દિવસે સાબુનો ઉપયોગ કરવાનું ટાળો.
આટલું ધ્યાન અવશ્ય રાખો
ખૂબ વધારે પડતું સ્ક્રબિંગ ટાળો. ખાસ કરીને અંડર આર્મ્સ અને ઘૂંટણના પાછળના ભાગ જેવા સેન્સિટિવ એરિયા પર સખત સ્ક્રબ ન કરવું. એક્સફોલિએટ કર્યા પછી ભેજને જાળવી રાખવા અને ડ્રાયનેસ રોકવા માટે હાઈડ્રેશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તમારી સ્કિનના પ્રકાર મુજબ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરો - પછી ભલે તે ડ્રાય, ઓઈલી કે સેન્સિટિવ હોય. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું, કારણ કે કેટલાક કુદરતી ઘટકો સખત અને સ્કિનને ડ્રાય કરી શકે છે. ઈન્જર્ડ એરિયા તથા ખૂબ જ ડ્રાય સ્કિન પર સ્ક્રબ કરશો નહીં. તેનાથી સ્કિન પર બળતરા થશે.
અને હા, જો તમને કોઈ એલર્જી હોય કે કોઇ ચીજથી આડઅસર થતી હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ મુજબ પ્રોડક્ટ વાપરો.
બોડી પોલિશિંગથી થતા ફાયદા
સ્કિનના ટેક્સચરમાં ફેરફાર કરીને ડેડ સ્કિને દૂર કરે છે, જેનાથી સ્કિન ચમકદાર દેખાય છે. આ ટ્રીટમેન્ટ સ્કિનને હાઈડ્રેટ કરવામાં અને તેના એકંદરે દેખાવને સુધારે છે. મસાજ અને એક્સફોલિએશન પ્રોસેસ બ્લડ સરક્યુલેશનને સુધારે છે. સ્કિનના સેલ્સને નવજીવન આપે છે. આ પ્રક્રિયા બોડીને રિલેક્સેશન આપે છે. ટૂંકમાં, બોડી પોલિશિંગ એ એક સ્પા ટ્રીટમેન્ટ છે, જે આખા શરીરને એક્સફોલિએટ અને હાઈડ્રેટ કરવાની સાથે જરૂરી પોષણ આપે છે, જેના પરિણામે સ્કિન સોફ્ટ અને શાઈની બને છે.
વિવિધ પ્રકારના બોડી પોલિશિંગ
બોડી પોલિશિંગમાં વિવિધ સ્પા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. ઈચ્છિત પરિણામો મેળવવા માટે ચોક્કસ બોડી પોલિશ ટ્રીટમેન્ટમાં હિમાલયન સોલ્ટ, કોકોનટ, સુગર અને વિવિધ ઓઈલ જેવા નેચરલ ઈન્ગ્રેડિએન્ટ્સનો સમાવેશ થાય છે.
1) ગ્લોએન્ફેન્સિંગ પોલિશિંગઃ સ્કિનને સોફ્ટ, પોષિત અને શાઈની બનાવે છે. એમાં એક્સફોલિએશન સાથે જોજોબા ઓઈલ તથા એલોવેરાનો સમાવેશ થઈ શકે છે.
2) બ્રાઈટનિંગ બોડી પોલિશિંગઃ સ્કિન ટોનને વધુ સમાન બનાવે છે. સ્કિનને એક્સફોલિએટ અને શાઈની બનાવવા ગ્રાઉન્ડ પ્યુમિસ-સ્ટોન અથવા ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.
3) એન્ટિસેલ્યુલાઈટ પોલિશિંગ: બ્લડ સરક્યુલેશનને ઉત્તેજિત કરીને અને ચરબીના સેલ્સનું પુનઃ વિતરણ કરીને સેલ્યુલાઈટનો દેખાવ ધરાવે છે. સ્કિન ટોનને સુધારવા માટે કોફી જેવા સ્ફૂર્તિદાયક ઘટકોનો ઉપયોગ કરી શકાય.
4) હિમાલયન સોલ્ટ રબઃ તે ડીપ ક્લીન્ઝીંગ અને સ્કિનમાં જરૂરી મિનરલ્સ ઉમેરે છે.
5) કોકોનટ સુગર સ્ક્રબઃ સુગરના હાઈડ્રેશનવાળા ગુણધર્મના કારણે તે સ્કિનને એક્સફોલિએટ કરે છે અને હાઈડ્રેશન પૂરું પાડે છે. સ્કિન ટોનને સુધારવા માટે લીંબુનો રસ અથવા હળદર જેવા સ્કિનને શાઈની બનાવતા એજન્ટોનો ઉપયોગ સામેલ છે. બોડી ઓઈલ્સ બોડીના રિલેક્સેશન તેમજ અંગોમાં થેરાપી માટે વપરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter