આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ બાફેલા બટાકા (મેશ કરેલા) - 5 નંગ • તેલ - 2 ચમચા • જીરું - 1 ચમચી • બારીક સમારેલું આદું - નાનો ટુકડો • ગરમ મસાલો - 1 ચમચી • સમારેલાં લીલાં મરચાં- 3-4 નંગ • મીઠું - સ્વાદ મુજબ
સ્ટફિંગ માટે: બાફીને ક્રશ કરેલા વટાણા - 1 કપ • તેલ - જરૂર પ્રમાણે • હિંગ - ચપટી • હળદર - અડધી ચમચી • આમચૂર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીત: કડાઈમાં તેલ ગરમ કરીને જીરું નાખો. તેનો રંગ બદલાય એટલે તેમાં આદું, બટાકા, મીઠું, ગરમ મસાલો નાખીને મિક્સ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેને ઠંડું થવા દો. થોડી થોડી વારે મિક્સ કરતા રહો. સમારેલાં લીલાં મરચાં ઉમેરીને મિક્સ કરો. હવે સ્ટફિંગ માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ નાખી ક્રશ કરેલા વટાણા ઉમેરીને મિશ્રણ એકદમ કોરું થાય ત્યાં સુધી રહેવા દો. પછી તેમાં હળદર, આમચૂર અને મીઠું ભેળવો. આ મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડું થવા દો. બટાકાના મિશ્રણ અને સ્ટફિંગ માટેના મિશ્રણને એકસરખા ભાગ કરો. બટાકાના મિશ્રણમાં વટાણાના મિશ્રણનું સ્ટફિંગ કરી તેને ટિક્કીનો આકાર આપો. સેટ થવા દો. ટિક્કીને ઝિપલોક થેલીમાં મૂકી તેને ડીપ ફ્રીઝરમાં મૂકો. જ્યારે ખાવી હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢીને ગરમ તેલમાં મધ્યમ આંચે તરત જ બ્રાઉન રંગની સાંતળો. એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ગરમ ગરમ સ્ટફડ આલુ ટિક્કીનો સ્વાદ માણો.